કામગીરી:બીલીમોરા પંથકમાં મચ્છરોના લાર્વા શોધી નિયંત્રણ-નિવારકની કામગીરી હાથ ધરાઇ

બીલીમોરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મચ્છરોના લાર્વા શોધી તેને નિયંત્રણ અને નિવારક કામગીરી તેમજ એન્ટી વાયરલ એક્ટિવિટી કરવામાં આવી છે. બીલીમોરા સહિત ગણદેવી તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક જગ્યાએ પાણી નિકાલ નહીં થતાં ઠેર ઠેર પાણીનો ભરાવો મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો બન્યા છે. તે સાથે મચ્છર કરડવાથી તાવજન્ય રોગો વકરવાની સંભાવનાને ટાળવા સાથે હાલ વરસાદમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ પણ વધ્યો છે જે અટકાવવાના પ્રયાસો બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ચોમાસામાં તાવજન્ય સહિત બીજા રોગો વકરતા હોય છે.

તે સાથે મચ્છરજન્ય ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોને નાથવા બીલીમોરામાં મચ્છરના બ્રિડિંગ ઉત્પત્તિ સ્થાનોને સાફ કરવામાં આવી વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા એન્ટી વાયરલ એક્ટિવિટી કરવામાં આવી રહી છે. જેમાં ગપ્પી ફિક્સ, ઓઈલબોલ, ટેમીફોસ એક્ટિવિટી, તાવના દર્દીની સ્લાઈડ વગેરે એક્ટિવિટી તમામ સ્લમ વિસ્તારમાં વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા ઘરે ઘરે જઈ કામગીરી હાથ ધરવામાં આવી. કુદરતી રીતે કે લોકોએ લાંબા સમય સુધી સંગ્રહ કરેલ પાણી બંધિયાર પાણી દૂર કરી દવાનો છંટકાવ શરૂ કરાયો હતો.

ડેન્ગ્યુ રોગન મચ્છરો ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે એડીસ ઇજીપ્ત મચ્છર કરડવાથી આ ડેન્ગ્યુ રોગ થતો હોય છે. જેમાં તાવ આવે છે જેનાથી ફેલબી નામના વાઇરસ શરીરમાં પ્રવેશતા તાવ સાથે નબળાઈ ચક્કર પણ આવે છે. લોહીમાં પ્લેટપ્લેટ રેડ કણ ઘટી જાય છે. અને રોગ જીવલેણ બનતો હોય છે. જેથી દર્દીનું જીવન બચાવવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા આપવામાં આવતી હોય છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાવસાર, જિલ્લા RCH અધિકારી ડૉ.રાજેશ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભાવેશ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ધવલ મહેતા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. અંજનાના માર્ગદર્શન હેઠળ બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરના ડો. નિરાલી તથા ડો. રાજેન્દ્ર ગઢવીના સુપરવિઝન સાથે તમામ વિસ્તારમાં આશા તથા SI તથા વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા સરવે કરવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરની ટીમે એન્ટી લાર્વા એક્ટિવિટી, ટેમીફોર્સ એક્ટિવિટી, ગપ્પી ફિશ એક્ટિવિટી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...