તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ દૂષિત:અંબિકા કાંઠે ડમ્પિંગ સાઇટ પર ઘન કચરાથી વાતાવરણ દૂષિત

બીલીમોરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈજ્ઞાનિક ઢબે નિકાલની વાત 16 વર્ષથી અભરાઇએ

અંબિકા નદી કાંઠે આવેલા બીલીમોરા પાલિકાની કચરાની ડમ્પિંગ સાઇટના કારણે નદી પ્રદૂષિત સાથે ઘન કચરામાંથી ઉઠતા ધુમાડાના કારણે વાતાવરણ પણ પ્રદુષિત થાય છે ત્યારે આજે ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસ કેટલા અર્થમાં સાર્થક ગણાય શકે, જેને કારણે પર્યાવરણપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તે ખુબજ જરૂરી છે તો જ ખરા અર્થમાં વિશ્વ પર્યાવરણ દિવસ સાર્થક ગણાશે.

બીલીમોરા પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોજિંદા 10 ટનથી વધુ કચરાને અંબિકા નદી પટ સ્થિત ડમ્પિંગ સાઇટ પર નાંખવામાં આવે છે. ઘર-ઘરથી સુકો-ભીનો કચરો બતાવવા પૂરતો અલગ-અલગ લાવવામાં આવે છે. જોકે ડમ્પિંગ સાઇટ પર બન્ને કચરા એકત્ર જ થઈ જાય છે. વર્ષ-2005મા નગરપાલિકામાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે નિર્ણયને 16 વર્ષ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી તે કામ અભરાઈ પર છે. ડમ્પિંગ સાઇટ પર નિયમોનો છેદ ઉડાડી આગ વડે અકુદરતી રીતે કચરાનો નિકાલ કરાઇ રહ્યો હોવાની શહેરમાં ચર્ચા જાગી છે તેમજ અંબિકા નદી કાંઠે તેમજ અનેક ઈંટના ભઠ્ઠાઓ પણ ઈંટ પકવવા માટે કાચી ઈંટોમાં આગ લગાડી વાતાવરણ પ્રદુષિત કરે છે.

તેમને પણ જાણે કોઈ નિયમ લાગુ પડતો ન હોય એવું ચર્ચાઈ રહ્યું છે. ડમ્પિંગ સાઈટ પર કચરો સળગતા આગના ધુમાડાના કારણે આસપાસના લોકો તેમજ પુલ પરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓને મુશ્કેલી પડતી હોય છે. આંખોમાં બળતરા સાથે ડમ્પિંગ સાઇટ માથાનો દુ:ખાવો બની ગઈ હતી. આવા ઘન કચરા સહિતના પ્રદુષણ ફેલાવતા એકમો પર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ યોગ્ય કાર્યવાહી કરી પર્યાવરણને બચાવે એ સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...