તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બીલીમોરામાં રહેવા આપેલી જમીન પચાવી પાડતાં ફરિયાદ

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માનવતાની દ્રષ્ટિએ ભાડા વિના જમીન રહેવા આપી હતી

બીલીમોરાના બાંગીયા ફળિયામાં રહેતા અજીતકુમાર અમૃતભાઈ લાડ (36) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજથી વીસેક વર્ષ પહેલા તેમના પિતાજી અમૃતભાઈ રવજીભાઈ લાડએ તેમના ઘરની પાછળ ચાલતા ઈંટના ભઠ્ઠામાં મજુરી કામ કરતા બચુભાઈ પટેલ પાસે રહેવાની કોઈ સગવડ નહોય માનવતાની દ્રષ્ટિએ તેમના ઘર પાસે ઘર પાસે કોઈ પણ જાતના વળતર કે ભાડા વગર રહેવા માટે આશરો આપેલ હતો. જ્યાં તેઓ તે સમયથી કાચું બાંધકામ કરી રહેતા આવેલ હતા. જે બાદ શ્રમજીવી બચુભાઇના અવસાન બાદ મૃતક બચુભાઇ તેઓના મોટા દિકરા રમેશભાઈ તેમના પરિવાર સાથે રહેતા હતા.

જ્યાં રમેશભાઈનું પણ અવસાન થતા બચુભાઈનો નાનો દીકરોનો ભાઈ મહેશભાઈ બચુભાઈ પટેલ કે જે છેલ્લા ત્રણ વર્ષથી ફરિયાદીની ઉપરોક્ત સંયુક્ત માલીકીની જમીનમાં રહેતો હતો. ત્યારબાદ મહેશભાઈએ ધીમે - ધીમે ફરિયાદીની સંયુકત માલીકીવાળી જમીનમાં 10.13 ચો.મી. સુધીની જગ્યા માં ઈંટનું ચણતર કરી છાપરું નાંખી દબાણ કરી નાખેલ હતુ. જે બાદ ફરિયાદી જમીન માલિકે આ અંગે સીટી સર્વે ઓફીસ દ્વારા તા. 10.02.2021ના રોજ માપણી કરાવતા તે નકશામાં અમારી જમીનમાં મહેશભાઈ બચુભાઈ પટેલએ કરેલું દબાણ સ્પષ્ટપણે જણાઈ આવેલ.

જેથી મહેશભાઈને જમીન ઉપર કરેલ કબ્જો ખાલી કરવા જણાવતા તે માનેલ નહિ અને તે પોતે આ જમીનનો વેરો ભરતા આવેલ છે અને ઘણાં વર્ષોથી રહેતા આવેલ છે એમ.જણાવી જમીનનો કબ્જો ખાલી કરશે નહિં તેવું કહી મહેશભાઈ પટેલ તથા તેની પત્નિ આશાબેન પટેલએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી અજીતકુમાર લાડે જમીન પચાવી પાડનાર સામે બીલીમોરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...