તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લગ્ન પ્રસંગે દુલ્હનના પિતા, વાડીના મેનેજર અને રસોઇયા સામે ફરિયાદ

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરામાં જાહેરનામાનો ભંગ કરાતા પોલીસની કાર્યવાહી

બીલીમોરામાં ફીડર રોડ પર આવેલી એક વાડીમા પરવાનગી વિના લગ્ન સમારંભ તેમજ લગ્નમાં ઠરાવવામાં આવેલ સંખ્યા કરતા વધુ લોકો એકત્ર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી વધુના પિતા વાડીના મેનેજર અને રસોઈયા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.સમગ્ર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેથી કોરોનાનો પ્રસાર નહીં થાય જેમાં લગ્ન પ્રસંગ માટે 50 લોકોને સામેલ થવાની તેમજ કોવિડ-19ના નિયમ પાલન કરવાની શરતે ઓનલાઇન પરવાનગી આપવામાં આવે છે.

દરમિયાન બીલીમોરાના ફીડર રોડ પર આવેલી કચ્છી સમાજની વાડીમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો છે તેમજ સરકારના આદેશ અનુસાર પ્રસંગમાં નક્કી કરેલી સંખ્યા કરતા વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરાઈ રહ્યો હોવાની ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમને મળતા તે અંગે બીલીમોરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે આધારે બીલીમોરા પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત હતા. આ પ્રસંગમાં નિયત કરતા વધુ માણસોની ભીડ હોય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હતું.

આથી પોલીસે કાર્યક્રમના આયોજક અને વધુના પિતા સંતોષભાઈ રૂપચંદ આહિરે (ઉ.વ. 45, રહે. ગાયકવાડ મિલ ચાલ, બીલીમોરા), કચ્છી સમાજની વાડીના મેનેજર રજનીકાંત પુજાલાલ વ્યાસ (ઉ.વ. 76, રહે. ફીડર રોડ, બીલીમોરા) અને રસોઈયા સંજયભાઈ ગ્રામીભાઈ રાજપર (ઉ.વ. 42, રહે. ગાયકવાડ મિલ ચાલ, બીલીમોરા) વિરૂદ્ધમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ એપેડેમીક એક્ટની વિવિધ જોગવાઈ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...