ધમકી:પરિણીતાને ધમકી આપનાર સાસરિયા સામે ફરિયાદ

બીલીમોરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિયર આવતા ફોન ઉપર ધમકી પણ અપાઇ

બીલીમોરાની રૂચાબેન (ઉ.વ. 31 )ના વર્ષ-2021માં વલસાડ રહેતા વિવેક ટંડેલ સાથે લગ્ન થયા હતા. સાસુ હસુમતીબેન ટંડેલ અને નણંદ ચાંદનીબેન ટંડેલ સાથે તેનો પતિ વિવેકે માનસિક ત્રાસ આપી તેને ઘરમાંથી બહાર કાઢી મૂકતાં રૂચાબેને અગાઉ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેઓ તેના પિતાને ત્યાં બીલીમોરા રહેવા આવી ગયા હતા. તેણી પોસ્ટમાં નોકરી કરીને ગુજરાન ચલાવતા હતા.

દરમિયાન રૂચાબેનના નણદોઈ નયનકુમારે રૂચાબેનને ફોન કરીને આપવિતી જણાવવા કહ્યું હતું. રૂચાબેને પતિ તેને પત્ની તરીકેના લગ્નના હકથી વંચિત રાખી તેની દારૂ પીવાની ટેવ પણ છોડતો નહીં હોવા સહિતની તમામ હકીકત જણાવી હતી. તેમના નણંદ ચાંદનીબેન પણ ત્રાસ આપતી હોવાનું જણાવ્યું હતું.

જોકે આ તમામ ટેલિફોનિક વાત નણદોઈ નયનકુમારે તેણીના પતિ અને સાસુને સંભળાવતા ગત તા.7/5/2021 એ સાસુ હસુમતીબેને પરિણીતાના પિતાના મોબાઇલ પર ફોન કરી જણાવેલું કે તમારી મારા જમાઈ સાથે આ રીતે વાત કરવાની હિંમત કઈ રીતે થઈ, ખામી તમારી પુત્રીમાં જ છે તેમજ નણંદે અને પતિ વિવેકે પણ તેમને ધમકાવ્યા હતા, અને જણાવ્યું કે હવે તમે જોઈ લેજો એમ કહી ગાળાગાળી કરી તમારી દીકરીને તમારી પાસે જ રાખજો એમ કરી તેણી ઉપર ગુસ્સે થઈ જઈ તેના પિતાને પણ જોઈ લેવાની ધમકી આપી હતી.. રૂચાબેને તેના પતિ વિવેક તેની સાસુ હસુમતીબેન અને નણંદ ચાંદનીબેન વિરૂદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...