તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગમચેતી:નાંદરખા ગામે સીએનજી પંપ પર ગેસ ગળતરથી આગ લાગતા અફરાતફરી, 1 કર્મચારી ઘાયલ

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંપ પર લાગેલી આગની ઘટના મોકડ્રિલ હોવાનું જણાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

બીલીમોરા નજીકના નાંદરખા ગામે આવેલ સી.એન.જી પંપ પર ગુરુવારે સવારે અચાનક એકાએક ગેસ ગળતર થતાં આગ લાગી હતી. જેમાં એક કર્મચારી આગના સંપર્કમાં આવતા ઘાયલ થતા તેને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ, પોલીસ સહિત અને ગુજરાત ગેસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યા પોણા કલાકના ઓપરેશન બાદ આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અફરાતફરીના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે બાદમાં ઘટના મોકડ્રિલ હોવાનું જણાતા લોકોએ રાહત અનુભવી હતી.

બીલીમોરા નજીકના નાંદરખા ગામે આવેલ સી.એન.જી ગેસ પંપ સ્ટેશન ઉપર ચાલી રહેલા સમારકામ દરમિયાન ગેસ ગળતર થયું હતું. જ્યાં એક તણખો ઝરતાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યાં ગેસ સ્ટેશનના કર્મચારીઓએ ફાયર એક્સટિંગયુસરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો જે નાકામિયાબ સાબિત થયો હતો. મામલાની ગંભીરતા જોતાં બીલીમોરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સ, પોલીસ વિભાગની ટીમ ઘસી આવી હતી.

આગ ઓલવવાની કામગીરી દરમિયાન એક કર્મચારી ઇજાગ્રસ્ત બન્યો હતો. જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો. દરમિયાન ટ્રાફિક પણ થોડીવાર અટક્યો હતો. સતત પાણીનો મારો ચલાવતા 40- 45 મિનિટ બાદ આગ કાબૂમાં આવી હતી. આગની ઘટનાથી આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જોકે આ સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જણાતા લોકોએ રાહત અનુભવી હતી.

કોઈ મોટી હોનારત સમયે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા અને ત્વરિત એક્શનમાં આવવા આપણે સક્ષમ છે કે, તેના પ્રેકટીકલ અનુભવની કામગીરી વખતોવખત હાથ ધરવામાં આવે છે. આ મોકડ્રિલ ઇ.આર.ડી.એમ.પી (ઈમરજન્સી રિસ્પોન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન) ઓડિટનાં ભાગરૂપે ઇમરજન્સી લેવલ-2 કરાયું હોવાનું જણાવ્યું હતું. મોકડ્રિલની ડ્રાઈવમાં ગુજરાત ગેસના સિટી મેનેજર અશોકભાઈ સોલંકી, બીલીમોરા નગરપાલિકાના ફાયર ફાયટરોની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...