તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:12 દુકાનમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટીક ડ્રાઇવમાં સાડા 4 કિલો જથ્થો કબ્જે

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા નગરપાલિકા દ્વારા પર્યાવરણની કાળજી હેતુ 50 માઇક્રોનથી ઓછા પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરનારા કે ગ્રાહકોને પધરાવનાર પ્લાસ્ટીકના જથ્થાબંધ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટીક ડ્રાઇવ દરમિયાન સરપ્રાઈઝ ચકાસણી હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝભલા, થેલીનો સાડા ચાર કિલોનો જથ્થો જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ આગળના દિવસોમાં ચાલુજ રહેશે.

બીલીમોરા પાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અર્થે સિંગલ યુઝ પ્લાસ્ટીકની ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હજુ પણ સરકાર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા વેપારીઓ અને દુકાનદારો પ્રતિબંધિત પ્લાસ્ટીક ગ્રાહકોને પધરાવે છે. તેની તપાસ ઝૂંબેશ હાથ ધરી હતી. સરકાર દ્વારા 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવી તેનો ઉપયોગ બંધ કરવાનું જાહેર કર્યું હતું. આ પ્રતિબંધ બાદ પણ ઘણાંએ તેનો ઉપયોગ ચાલુ જ રાખ્યો છે, જેને અટકાવવા ઘણી ઝૂંબેશ હાથ ધરી અને પ્લાસ્ટીક ઉપયોગ બંધ કરવા લોકજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું, પરંતુ તેમ છતાં ઘણાં વેપારીઓ અને દુકાનદારોએ હજુ પણ આવી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ ચાલુ જ રાખ્યો છે. આવા લોકો સામે બીલીમોરા પાલિકાએ લાલ આંખ કરી આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. જેમાં પાલિકાના સેનેટરી વિભાગે એક ટીમ બનાવી સ્ટેશન ખાડા માર્કેટ વિસ્તાર તેમજ સોનિવાડ માર્કેટ વિસ્તારમાં 50 માઇક્રોનથી ઓછા પાતળા પ્લાસ્ટીક વપરાશ અને વેચાણ કરતા વેપારીઓ અને દુકાનદારોની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ 12 દુકાનમાંથી આ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો સાડા ચાર કિલો જથ્થો ઝડપી પાડી રૂ. 1200ની દંડાત્મક કાર્યવાહી કરી હતી. પાલિકાની દંડાત્મક કાર્યવાહીને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. પાલિકાની આ કાર્યવાહીમાં પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન નરેશભાઇ, રામભાઈ ખુમાણ, વીરેનભાઈ પટેલ, રાહુલ પટેલે કામગીરી પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...