ધી ગણદેવી પીપલ્સ કો. ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરક્ટર્સની સામાન્ય ચૂંટણી 5 માર્ચે યોજાનાર છે. જેમાં પ્રથમવાર ભાજપ સમર્થિત 17 ઉમેદવારોની પોતાની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારતા રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. બીલીમોરા વિભાગના ઉમેદવારોમાં ભાજપ સમર્થિત જસ્મીનભાઈ, પ્રજ્ઞેશભાઈ, અલ્કેશભાઈ અને મનીષભાઈ (ગુલીટ) ને રિપીટ કરાયા છે.
જેમની સામે બીલીમોરા દેસરામાં રહેતા સમિતભાઈ દેસાઈએ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ભાજપમાં વર્ષોથી અનેક કાર્યકરો મહેનત કરે છે અને પક્ષ દ્વારા તેમની યોગ્ય કદર કરાતી નથી. નવા લોકોને તક મળતી નહીં હોવાના કારણે તેમણે આ ચૂંટણીમાં બીલીમોરા વિભાગમાંથી અશોકભાઈ, અજયકુમાર સાથે પેનલ બનાવી ઉમેદવારી કરી છે.
સમિત દેસાઈએ ઉમેદવારી કરતાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે સમિત દેસાઈને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, ધી ગણદેવી પીપલ્સ બેંકની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં મેન્ડેટની ઉપરવટ જઇ ચૂંટણીમાં ઉમેદવારી કરી પાર્ટીના શિસ્તની વિરૂદ્ધ કૃત્ય કર્યું હોવાનું જણાવી 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરાયા છે. જેને પગલે બેંકની ચૂંટણીમાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.