ચૂંટણી:નવસારી જિલ્લામાં બીલીમોરા-ગણદેવી નગરપાલિકાની જ્યારે જિલ્લા પંચાયતની રૂમલા બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાશે

બીલીમોરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને નગર પાલિકાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયાે જંગ, આજે મતદાન

બીલીમોરા ગણદેવી નગરપાલિકા એક-એક બેઠક પર પેટા ચૂંટણીમાં આજે મતદાન યોજાશે. બંને શહેરોમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ, 7 ઇવીએમ દ્વારા 52 ચૂંટણી કર્મચારી, ડીવાયએસપી, બંને પીએસઆઇ, એસઆરપી, પોલીસ અને હોમગાર્ડ મળી 53 સુરક્ષા જવાનોનો કાફલો ખડકાયો હતો. બીલીમોરા વોર્ડ નંબર - 6 અને ગણદેવી વોર્ડ નં-૩ મા ખાલી પડેલી નગરસેવકોની સીટ માટે આજે ચૂંટણી જામશે.

બીલીમોરા પાલિકા વોર્ડ નં.6 માટે હેતલ મનિષ દેસાઈ(ભાજપ), અર્ચના કીર્તિકુમાર સોલંકી (કોંગ્રેસ) અને ભારતી કિશોરભાઈ સોલા (આપ પાર્ટી) વચ્ચે ખરાખરી નો જંગ જામશે. જયારે ગણદેવી વોર્ડ નંબર-3 માટે ઇદરીશ ગુલામભાઈ તાઈ (ભાજપ), સજ્જાદમિયાં મજુમિયા શેખ( કોંગ્રેસ) અને મોઇન સાજીદ મુઝાવર (આપ) વચ્ચે ચૂંટણી જંગ રસપ્રદ બનશે. બીલીમોરા પાલિકા વોર્ડ નં. -6માં 5105 મતદારો એલ.એમ.પી શાળાના એક બુથ અને મિસ્ત્રી શાળાના ચાર બુથ મળી કુલ 5 બુથ ઉપર મતદાન કરશે.

બીલીમોરા વોર્ડ નંબર-6 માટે 30 ચૂંટણી કર્મચારીઓ 5 ઇવીએમ, ડીવાયએસપી, 2 પીએસઆઇ, 23 સુરક્ષા જવાન જયારે ગણદેવી વોર્ડ નં.3 માટે 2041 મતદારો ગઝદર સ્કૂલ સ્થિત બે બુથ ઉપર બે ઇવીએમ મશીન થકી મતદાન કરશે. જેમાં ડીવાયએસપી, 2 પીએસઆઇ અને 8 એસઆરપી, 20 સુરક્ષા જવાનો તૈનાત કરાયા હતા. રવિવારે મતદાન બાદ મંગળવારે મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચ દ્વારા પારદર્શી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટેની તમામ કામગીરી પાર પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલી પડેલી જગ્યા માટે થઈ રહેલ ચૂંટણી માટે ત્રીપાંખીયો જંગ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...