તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બીલીમોરા SV માર્ગ પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ, 1500 લોકોને અસર

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપેરીંગ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પૂર્વવત થશે

બીલીમોરા ચીમોડિયા નાકા એસ.વી. પટેલ માર્ગ પર ઓવરબ્રિજની ચાલતી કામગીરીમાં હાલ ટેમ્પરરી સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું છે. બીલીમોરા નગરપાલિકાની ભૂગર્ભમાંથી પસાર થતી બીલીમોરાને પાણી પુરવઠો પૂરો પાડતી આંતલિયાથી આવતી પીવાના પાણીની મુખ્ય લાઇનના પાસેથી પસાર થતી ડ્રેનેજની લાઈન લીકેજ હોય પાલિકા દ્વારા રિપેરીંગ હાથ ધરાયું હતું. જ્યાં પાલિકાની એજન્સી દ્વારા ખોદકામ સમયે જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

જેમાં જે.સી.બી.નો પાવડો નજીકમાંથી પસાર થતી પાણીની 300 એમએમની પાણીની લાઈનમાં અડી જતા પાણીની લાઈનમાં લીકેજ સર્જાયું હતું. જેના કારણે નજીકમાં બનતા માર્ગ માટે કરવામાં આવેલા ખાડામાં ભરાયું હતું. પાણી ભરાતા માર્ગ નુ કામ પણ અટકી પડ્યું હતું. જેના કારણે વાહન વ્યવહાર અટક્યો હતો તેમજ સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ લીકેજના કારણે ખાડા વિસ્તાર, એસ.વી.પટેલ રોડ, તીસરી ગલી, એ.જી. રોડના વિસ્તારમાં પાણીનો પુરવઠો પ્રભાવિત થયો હતો. આશરે 1500થી વધુ લોકોને તેની અસર પહોંચી હતી. પાલીકા કર્મીઓએ તેનું સમારકામ હાથ ધર્યું હતું. જોકે ડ્રેનેજ લાઈન રિપેરીંગ કરતા વેળા પીવાના પાણીની લાઈન લીકેજ થતાં તેમાં પીવાનું પાણી મિક્સ થવાની સંભાવના વર્તાઈ હતી.

જોકે પાણીની પીવાના પાણી સાંજ સુધી તેનું રિપેરીંગ કામ પૂર્ણ થયા બાદ પાણી પહોંચાડવામાં આવશે. કેટલાય સમયથી ચાલતી આ ઓવરબ્રિજની કામગીરીના કારણે એસ.વી.પટેલ માર્ગ પર રહેતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. તેઓ વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવી લાગણી દર્શાવી રહ્યાં છે. આ ભંગાણના કારણે સાંજનો આપવામાં આવતો પાણીનો પુરવઠો ખોટકાયો હતો. લીકેજને પગલે પીવાનું પાણી વહી જતા પાણીનો મોટો જથ્થો વેડફાયો હતો.

અન્ય સમાચારો પણ છે...