ડ્રેનેજ લાઈનમાં ભંગાણ:બીલીમોરામાં એસ.વી.પટેલ માર્ગ પર ડ્રેનેજ લાઈનમાં ભંગાણ

બીલીમોરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરામાં ઓવરબ્રિજમાં અડચણરૂપ પાણી અને ડ્રેનેજ લાઈન શિફટીંગ દરમિયાન ભૂગર્ભમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈનમાં જેસીબીનો પાવડો અડી જતાં લાઈન શિફટીંગનું કામ ખોરંભે પડ્યું છે. માર્ગ બંધ રહેતા લોકોને ધીમી કામગીરીના કારણે અવરજવર કરવી મુશ્કેલ બની છે. લોકો જોખમી રીતે વાહનો લઈ જઈ રહ્યા છે. વહેલું કામ પૂરું થાય તેવું લોકો જણાવી રહ્યા છે.

બીલીમોરા ઓવરબ્રિજની કામગીરીમાં ચિમોડિયા નાકાથી એસ.વી.પટેલ માર્ગ પર પાઈલિંગમાં અડચણરૂપ આવતી પીવાના પાણીની અને ડ્રેનેજની લાઈન શિફટીંગનું કામ એક સપ્તાહ અગાઉ ચાલુ કરવામાં આવ્યું હતું. કોઈપણ આગોતરા આયોજન વગર પાલિકા દ્વારા આ લાઈન શિફટીંગની કામગીરી લોકો માટે તકલીફરૂપ બની છે ત્યારે કામગીરી દરમિયાન ગૌમુખી એપાર્ટમેન્ટ પાસે ભૂગર્ભમાંથી પસાર થતી એક ડ્રેનેજની લાઈનમાં જેસીબીના પાવડો અડી જતા નાનું ભંગાણ સર્જાતા પાઇપલાઇન શિફટીંગની કામગીરી અટકી છે. લોકો અસહ્ય ત્રાસ સહન કરી રહ્યા છે.

ઓવરબ્રિજના પાઈલિંગનું કામ શરૂ થયા બાદ નીચેથી લાઈન નડતરરૂપ આવે છે એવું જાણ થતાં પાલિકાને પોતાની લાઈન ક્યાંથી જાય છે. તેની જાણ પાલિકાને જ ન હોવાનું લોકો ચર્ચી રહ્યા છે. આ લાઈન માટેના ખોદકામના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ તકલીફનો સામનો કરી રહ્યા છે. ખાડાઓના કારણે લોકો વાહન લઈ આવી શકતા ન હોય સ્થાનિકોના ધંધા રોજગાર-વ્યવસાય પર માર પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...