આક્રોશ:પોલ્ટ્રી ફાર્મ દૂર નહીં કરાય તો પાલિકા ચૂંટણીનો બહિષ્કાર, ગણદેવી વોર્ડ-2નાં રહિશોની ચિમકી

બીલીમોરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી નગરપાલિકાના વોર્ડ નં. 2ના રહેવાસીઓએ ખેરગામ સરપંચ અને પાલિકા ચીફ ઓફિરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, નગરપાલિકાના વોર્ડ નં. 2એ ખેરગામ ગામની હદને અડીને આવેલ છે. જ્યાં આ હદ પાસે જ એક મરઘા ઉછેર કેન્દ્ર આવેલું છે. જ્યાં મરઘાં માટેનો ખોરાક સાથે ગંદકી તેમજ બગડતાં ઈંડા વગેરેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે તેમજ ગંદકી પણ ખુબ ફેલાય છે, જેના કારણે મચ્છર, માખી, જીવાતનો પણ ઉપદ્રવ થાય છે.

જે કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી છે. જેના કારણે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી હોય આ પોલ્ટ્રી ફાર્મને દુર કરવાની માંગણી કરી છે. જો આ પોલ્ટ્રી ફાર્મ જલદીથી દૂર કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી છે. આ બાબતે વોર્ડ નં. 2ના રહીશોએ ગણદેવી નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પાલિકા પ્રમુખ તેમજ ખેરગામ સરપંચને અને તલાટી કમ મંત્રીને એક આવેદનપત્ર પાઠવી પોલ્ટ્રી ફાર્મ દૂર કરવાની માંગણી કરી હતી. જો પોલ્ટ્રી ફાર્મ દૂર નહીં કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચીમકી સાથે આવતી પાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...