તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકા પંચાયત ચૂંટણી:દેવસર-2 બેઠકનો મેન્ડેટ બદલાતાં ભાજપના ઠાકોર નાયકા નવા ઉમેદવાર

બીલીમોરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો ઉપર શુક્રવારે વિજય મુહૂર્તમાં ભાજપે શક્તિ પ્રદર્શન કરો રેલી કાઢી ઢોલ નગારા સાથે ઉમેદવારો કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં તાલુકા પંચાયતની 24 બેઠક ઉપર શુક્રવારે 43 ફોર્મ ભરાયા હતા. તાલુકા પંચાયતની દેવસર-2 બેઠક ઉપર છેલ્લી ઘડી એ મેન્ડેટ બદલાતા ઠાકોરભાઈ નાયકા ભાજપના ઉમેદવાર બન્યા હતા. જ્યારે ભાઠા બેઠક ઉપર આમ આદમી પાર્ટી એ ફોર્મ ભર્યું હતું.

આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર શુક્રવારે ભાજપના 30 ઉમેદવારો અને કોંગ્રેસનાં 12 ઉમેદવારો, તેમજ આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું હતું. દરમિયાન ભાજપે તાલુકા પંચાયતની દેવસર-2 બેઠક ઉપર પહેલા ભાજપ દ્વારા રીંકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

પરંતુ મેન્ડેટ બદલી રીંકેશ પટેલના સ્થાને આંતલીયાના ઠાકોરભાઈ શુક્કરભાઈ નાયકાને દેવસર-2માં ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા. આમ શુક્રવાર સાંજ સુધીમાં ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકો માટે કુલ 54 દાવેદારી નોંધાઇ હતી. જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો ઉપર 13 ફોર્મ સહિત કુલ 14 દાવેદારી નોંધાઇ હતી. જ્યારે ભાઠા તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીના રૂપેશ ઉત્તમભાઈ પટેલે દાવેદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો