તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીમોરા એસ.ટી. ડેપોમાં આવેલ કેન્ટીનમાં બુધવારે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ચપેટમાં બે જણાં આવતા તેમને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ફાયરફાયટર સાથે જીએસપીસીના કર્મચારીઓ તેમજ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ફાયર ફાયટરોએ પોણા કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી.
બીલીમોરા એસ.ટી. ડેપોમાં આવેલી કેન્ટીનમાં બુધવારે સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ગોટેગોટા ઉડતાં ડેપોમાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ડેપોમાં આગની જાણ એસ.ટી. ડેપોના કર્મચારી રાકેશભાઈએ બીલીમોરા ફાયરને જાણ કરતા બીલીમોરા નગરપાલિકાના પૂર્વ અને પશ્ચિમ તરફના બે ફાયર ફાયટરોને લઈ લાશ્કરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગની જાણ બીલીમોરા પોલીસ અને જીએસપીસી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એસ.ટી.ડેપોનો ડીઝલ પંપ ઘટનાસ્થળેથી એકદમ નજીક હોય લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગ બેકાબુ બનતા આગની ઝપેટમાં આવતા બે શખસ ઘાયલ થયા હતા. તેમને તુરંત એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
નજીકમાં જ ગેસ પાઇપલાઈન હોવાના કારણે જીએસપીસીના કર્મચારીઓએ વાતાવરણમાં ગેસ માપી નજીકના મુખ્ય લાઈન બંધ કરી દીધી હતી. ફાયર ફાયટરોએ પોણો કલાક સતત પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. કેન્ટીનમાંથી ગેસ સિલિન્ડર હેમખેમ બહાર કાઢયો હતો. આગ લાગવાની ઘટનાથી આસપાપાસના વિસ્તરોમાં ચકચાર મચી ગઈ હતી. આખરે પોણા કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જણાતા સૌએ રાહત અનુભવી હતી. કોઈ મોટી હોનારત સમયે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા અને ત્વરિત એક્શનમાં આવવા સક્ષમ છે કે, તેનો પ્રેકટીકલ અનુભવની કામગીરી વખતો વખત હાથ ધરવામાં આવે છે. જોકે અચાનક જ બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી. લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડાયેલા બંનેની તબિયત દુરસ્ત હોવાનું જણાયું હતું. જોકે, આ સમગ્ર ઘટના ક્રમ એક માત્ર મોકડ્રીલ હોવાનું બીલીમોરાવાસીઓએ જાણતા હાશકારો અનુભવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.