તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:બીલીમોરા નગરપાલિકાનું 5.59 કરોડની પૂરાંતવાળુ 103.61 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર

બીલીમોરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત વર્ષના બજેટ કરતા આ વર્ષના બજેટમાં 17 કરોડનો વધારો
 • વિપક્ષનો દેકારો શાસકોની બહુમતી સામે દબાઇ ગયો

બીલીમોરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સુચેતાબેન દુષાણેએ બીલીમોરા નગરપાલિકાનું રૂ.103.61કરોડનું અને રૂ.5.59કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. જે મેરેથોન ચર્ચા બાદ વિપક્ષના વાંધા તેમજ વિરોધ વચ્ચે મંજૂર કરાયું હતું. જોકે અગાઉના બજેટ કરતા વધારાના 17 કરોડ રૂપિયા ક્યાંથી લાવશો એવા વેધક સવાલો વિપક્ષના મલંગ કોલીયાએ કરી બજેટ માત્ર ગયા વખતનું કોપી પેસ્ટ જ હોવાનું કહી બજેટના માત્ર આંકડા ઉપર નીચે કરી રજૂ કરાયાનું કહ્યું હતું. જોકે વિપક્ષના સવાલો સામે શાસક વામણો જણાયો હતો અને વિપક્ષના વાંધા સહિત બજેટ મંજૂર કરાયું હતું.

બીલીમોરા પાલિકાની શુક્રવારે સંધ્યાકાળે પાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં સમગ્ર સાધારણ સભા મળી હતી. સભામાં એજન્ડા મુજબના 74 અને વધારાના 4 કામ મળી 78 કામ હાથ પર લેવાયા હતા. સભામાં કારોબારી ચેરમેન સુચેતાબેન દુષાણેએ આગામી નાણાંકીય વર્ષ 2021-2022નું રૂ. 103,61,42,936નું અને રૂ. 5,59,48,658ની પૂરાંત દર્શાવતું બજેટ સમગ્ર સભામાં રજૂ કર્યું હતું.

બજેટની સભામાં વિપક્ષના મલંગભાઈ કોલીયાએ વર્ષ 2021-2022 માટે રજૂ કરવામાં આવેલું બજેટ ગત વખતના બજેટની માત્ર કોપી પેસ્ટ હોવાનું જણાવી માત્ર બે-ચાર આંકડા ઉપર નીચે કરી રજૂ કરાયું હોવાનું જણાવ્યુ હતું. ગત વખતના બજેટ કરતા આ વખતનું બજેટ 17 કરોડનો વધારો છે. તે વધારો ક્યાંથી આવશે તેવા સવાલો કર્યા હતા. જેના જવાબમાં શાસકો બચાવ કરતા જણાયા હતા. આગામી સમયમાં પાણીની તકલીફ પડશે એમ જણાવી બજેટમાં પાણી અંગે કોઈ નવી વ્યવસ્થા નહીં કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આમ તો શહેરીજનોને બે ટાઈમ પાણી મળવું જોઈએ પરંતુ બીલીમોરા પાલિકા 1 ટાઈમ પણ પૂરતા પ્રેશર સાથે પ્રમાણમાં પાણી પહોંચાડી શકતી નહીં હોવાનુ જણાવ્યું હતું.

બજેટમાં આ બાબતે કોઈજ જોગવાઈ ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં હાલની ચાલતી કોરોનાની સ્થિતિમાં કોરોના અંગેની કોઈ વધારાની જોગવાઈ બજેટમાં નહીં કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જો આ બાબતે કોઈ આકસ્મિક મોટો ખર્ચ આવે તો તે ક્યાંથી આવશે તેવા સવાલો પણ વિપક્ષે પૂછ્યા હતા. બજેટમાં કેટલા સમયથી શહેરમાં રખડતા કૂતરાનું રસીકરણની જોગવાઈ કરવામાં આવે છે પરંતુ તે કેમ આગળ વધતું ન હોવાનો વિપક્ષે પ્રશ્ન કર્યો હતો.

કેટલ ટ્રેપ બાબતે બાબતે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભેદભાવ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. વિપક્ષે બજેટમાં કોઈ ખાસ આંખે ઉડીને વળગે એવું કોઈ કામ જણાયું નહીં હોવાનું તેમજ પાછળના નાણાંકીય વર્ષના ઘણાં બાકી કામો આ વર્ષે પણ રીપિટ કરવામાં આવ્યા હોવાનું વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું. વિપક્ષ વાંધા વિરોધ વચ્ચે બહુમતીના જોરે બજેટ મંજૂર કરાયું હતું.

પૈસા આવશે ક્યાંથી અને ક્યાં જશે
આવક:
સંભવિત પુરાંત 29,53,59,379 , મ્યુનિસિપલ રેટ અને ટેક્સ 4,06,07,500 , ખાસ એક્ટથી ઉપજ 1,85,000 , કર સિવાયની બીજી ઉપજ 1,06,79,300 , ગ્રાન્ટ અને ફાળો 61,54,67,137 , પરચુરણ ઉપજ 1,74,99,620 , તસલમાત 14,50,000 , આનામતો 1,35,45,000 , ફંડ 4,13,50,000

જાવક : મહેકમ ખર્ચ 10,99,94,100, સાદીલવાર ખર્ચ 72,04,000, નિભાવણી ખર્ચ 8,01,26,000, મૂડી વિષયક કામો 72,59,70,178, કુલ ખર્ચ 92,32,94,278, તસલમાત 21,00,000, અનામત 1,34,50,000, ફંડો 4,13,50,000, સંભવિત પુરાંત 5,59,48,658

જર્જરિત પાલિકા બિલ્ડીંગ, જ્યુબિલી તળાવનો મુદ્દો ગાજ્યો
બજેટ સિવાયનાં અન્ય કામોમાં તેમજ અંદાજીત દસ વર્ષ અગાઉ બનેલ બીલીમોરા નગરપાલિકાની નવી બિલ્ડીંગમાં રીનોવેશન અને અલ્ટ્રેશનનો અંદાજીત 88.24 લાખનું ટેન્ડર મંજુર કરવામાં આવતા વિપક્ષી સભ્ય જણાવ્યું હતું કે, નવી બિલ્ડીંગની કામગીરી પણ શાસક પક્ષ દ્વારા જ બનાવવામાં આવી હતી અને 10 વર્ષના ટૂંકા ગાળામાં જ બિલ્ડીંગ જર્જરિત બની હોવાનું જણાવી બિલ્ડીંગની આવી દુર્દશા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યુબિલી તળાવનો મુદ્દો પણ ગાજયો હતો. જે તળાવમાં કચરો ડમ્પ કરવામાં આવ્યો હોય. આ તળાવને હજુ વધુ ઊંડું કરવાની જરૂર હોય આ બાબતે વિપક્ષે આ વધારાનો ખર્ચ ક્યાંથી આવશે તેવો પ્રશ્ન કર્યો હતો. રોડ સ્વીપિંગ મશીનનું મેઈન્ટેનન્સના ટેન્ડરનો મુદ્દો પણ ગાજયો હતો. જેથી કામ મુલતવી રાખવામાં આવ્યું.

બજેટની ચર્ચામાં ગણ્યાગાઠ્યાં સભ્યોએ ભાગ લીધો
બજેટની સભામાં માત્ર ગણ્યાગાંઠયાં સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં વિપક્ષના સભ્ય મલંગ કોલીયા તેમજ શાસક પક્ષના પૂર્વ પ્રમુખ મનિષભાઈ નાયક એ જ જાણે સભા ચલાવી હતી તેમજ યતીનભાઈ, અશ્વિનભાઈ, હરીશભાઈએ સભાની ચર્ચામાં ભાગ લીધો હતો. જ્યારે પ્રમુખ વિપુલાબેને પણ વિપક્ષના સામાન્ય સવાલોના જવાબ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો