તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસૂલાત:બીલીમોરા નગરપાલિકાની ચાલુ વર્ષે સરેરાશ 70.65 ટકા વેરા વસૂલાત

બીલીમોરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાણાકિય વર્ષના છેલ્લા દિવસે 31 માર્ચે પણ શક્ય તેટલો વેરો વસુલાશે

બીલીમોરા પાલિકાએ નાણાંકીય વર્ષ 2020-21ના વર્ષ પૂર્ણ થવા એક જ દિવસ બાકી છે ત્યારે બીલીમોરા નગરપાલિકાએ વેરા વસૂલાત માટે બાકી વેરાદારો સામે લાલ આંખ કરી છે. બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં કુલ 19200 મિલકત આવેલી છે. જેમાં 16000 રહેણાંક અને 3200 કોમર્શિયલ મિલકત ધારકો છે. જેમની પાસે વર્ષ 2020-21 માટે ચાલુ વર્ષના રૂ. 339.99 અને પાછલા વર્ષના રૂ.108.65 લાખ વેરા માંગણા હતા.

આ વેરા માંગણા સામે ચાલુ વર્ષના રૂ.256.93 એટલે કે 76.02 ટકા વેરા વસૂલાત અને પાછળની બાકી સામે રૂ.58.63 એટલેકે 53.96 વેરા વસૂલાત કરવામાં આવી છે. આ બંને ચાલુ વર્ષ અને પાછળ વર્ષના સરેરાશ 70.65 ટકા જેટલી વેરા વસૂલાત થઈ છે. જોકે હજુ પણ પાલિકા બાકીદારો પાસે વેરો વસૂલવા મક્કમ છે. પાલિકાએ વેરો ન ભરનારા મિલકતધારકો સામે લાલ આંખ કરી નોટિસ ફટકારી સિલિંગની કાર્યવાહી પણ કરી રહી છે. જેમાં બાકી વેરાદારો પૈકી 7 મિલકતોને પાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે તેમજ અન્ય મિલકતધારકો સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે હજુ ઘણા મિલકતધારકો વેરો નહી ભરતા પાલિકા તેના 100 ટકા વેરા વસૂલાતને આંબી શકતી નથી.

બાકી વેરાદારોમાં જિલ્લા પંચાયત હસ્તકની 11 પ્રાથમિક શાળાનો 22 લાખ જેટલો વેરો ભરવાનો બાકી છે. પાલિકા તંત્ર આવા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાએ બાકી વેરાદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પાલિકાએ પણ આવી કાર્યવાહીથી બચવા પાલિકામાં સમયસર વેરો ભરી દેવા જણાવ્યું છે. જેમાં પાલિકા સીઓ ડામોર વેરા શાખાના પરેશભાઈ અને તેમની ટીમ 100 ટકા વેરો વસૂલ કરવા પ્રયત્નો કરી રહી છે. આમ બીલીમોરા નગરપાલિકા એ હાલ સુધી ચાલુ નાણાંકીય અને પાછલા મળી કુલ રૂ. 446.64 લાખ પૈકી રૂ. 315.56 લાખ એટલે કે 70.65 ટકા વેરો હાલ સુધી વસૂલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો