તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઢી વર્ષથી હાલાકી:બીલીમોરા જે.જે. મહેતા સ્કૂલ પાસે બિસમાર માર્ગથી વાહનચાલકો ત્રસ્ત

બીલીમોરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય માર્ગ હોય તત્કાલ ઉકેલ જરૂરી

બીલીમોરામાં બનતા ઓવરબ્રિજના કારણે લોકો ભારે હાલાકિ ભોગવી રહ્યા છે ત્યારે આર.એન્ડ.બી વિભાગમાં આવતો જે.જે. મહેતા હાઈસ્કૂલ પાસેનો માર્ગ બિસમાર થતા વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. બીલીમોરા છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી ઓવરબ્રિજનું કામ ચાલે છે, જેના કારણે અનેક બીલીમોરા-ગણદેવી માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. હાલ ગણદેવી માર્ગ પર ઓવરબ્રિજના એપ્રોચના કારણે જે.જે. મહેતા માર્ગ પરથી ફિડર રોડ થઈ ગણદેવી તરફ જવા માટે સરદાર માર્કેટ થઈ જવું પડે છે.

રોજના કેટલાય વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. જેમાં ત્રિવેણી સોસાયટી પાસેથી જે.જે.મહેતા હાઈસ્કૂલ પાસેનો એક જ તરફનો માર્ગ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. જે માર્ગ હાલ બિસમાર બનતા વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. માર્ગ પરના કાંકરા કપચી નીકળી ગયા હોવાના કારણે વાહનચાલકો ભારે તકલીફ પડી રહી છે પરંતુ અન્ય કોઈ માર્ગ ન હોય આ માર્ગે પસાર થવું પડે છે. હાલ પુરતાં આ બિસમાર માર્ગ રિપેર કરવામાં આવે તો લોકોએ હાલાકીનો સામનો કરવો ન પડે એવી લોકલાગણી પ્રવર્તી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો