તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં રોજિંદા અન્ય શહેરો કે ગામડાઓમાં જઇ પોતાની આજીવિકા કમાતા લોકો માટે બસસેવા આશીર્વાદરૂપ બની હતી. બીલીમોરાથી સુરત તરફ અપડાઉન કરનારા નોકરિયાતો, રોજિંદા મુસાફરોએ બીલીમોરા બસ ચાલકો અને કંડક્ટરોનું સમયસર નિયમિત બસસેવા પૂરી પાડવા બદલ રવિવારે કાર્યક્રમ યોજી જાહેર સન્માન કર્યું હતું.
કોરોના મહામારીના કારણે ઘણાં લોકોનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું છે. માર્ચ 2020થી શરૂ થયેલી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ઘૂંટણિયે પાડી દીધું છે. ભારતમાં પણ આ વાઈરસ હાહાકાર મચાવી ચૂક્યો છે. જેને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં મુકાયું હતું. ટ્રેન, બસ સહિત તમામ વાહન વ્યવહાર બંધ થયો હતો. જેને પગલે પોતાની આજીવિકા કમાવવા નોકરી-ધંધાર્થે બીજા શહેરોમાં કે ગામમાં જતા લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા થોડા મહિનાથી તબક્કાવાર અનલોક થતાં ગાડી થોડી પાટા પર આવી રહી છે. માર્ગનો વાહન વ્યવહાર શરૂ કરાયો હતો પરંતુ હજુ સુધી ટ્રેનસેવા શરૂ કરવામાં આવી નથી. જેના લીધે બીલીમોરા સહિત આજુબાજુ ગામે રહેતા સેંકડો મુસાફરો ભારે તકલીફમાં મુકાયા હતા.
ખાસ કરીને બીલીમોરાથી સુરત અને વાપી તરફ દરરોજ નોકરી-ધંધા અર્થે અપડાઉન કરનારા મહિલા- પુરૂષોની હાલત ખરાબ બની હતી. લોકોએ બાઈક કે કાર સહિતના વાહનોમાં કે કોઈની સાથે આવ-જાવ કરવું પડ્યું હતું. ચોમાસા અને શિયાળામાં સવારે લાંબી મુસાફરી કરવી પડી હતી. આ રોજિંદા મુસાફરોની તકલીફ દૂર કરવા નોકરીએ આવવા-જવાનાં સમયે વધુ બસ મુકવાની વિનંતીને ધ્યાને લઇને વલસાડ જિલ્લા વિભાગીય નિયામકની સૂચનાને પગલે બીલીમોરા એસટી ડેપો દ્વારા સવારે 5.30 થી 8.30 સુધી ત્રણ કલાક દરમિયાન દર 15 મિનિટે મુસાફરો માટે બસ શરૂ કરી હતી તેમજ સાંજે પરત ફરવા માટે સાંજે 4થી 6 વાગ્યા સુધી જરૂરી બસો ચલાવતા અપડાઉન કરનારાઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ નીવડી હતી અને તેમની તકલીફ મહદઅંશે દૂર થઈ હતી. આ બાબતે બીલીમોરાનાં બસ સેવા મેળવનારા પિયુષભાઈ, હેમંતભાઇ, નીતાબેન, જયરાજ, ધર્મિષ્ઠા, સહિતના તમામ મુસાફરોએ રવિવાર બીલીમોરા એસ.ટી ડેપોમાં બસ સુવિધા પૂરી પાડનાર ડેપોના કર્મચારીઓ ડ્રાઈવર-કંડકટર, શૈલેષભાઈ, ગણેશભાઈ, સંજુભાઈનું શાલ, શ્રીફળ, ફુલહાર આપી સન્માન કરી તેમનો જાહેર આભાર માન્યો હતો. આજ રીતે વધુ સારી અને અવિરત સુવિધા પૂરી પાડવાની માગણી કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.