મુસાફરોમાં રોષ:લાખોની આવક રળતા બીલીમોરા ડેપોમાં મુસાફરો માટે સુવિધા નહીં

બીલીમોરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25થી 30 હજાર રોજીંદા મુસાફરો, દરરોજ 5 લાખથી વધુની આવક

ત્રણ વર્ષ અગાઉ લોકાર્પિત થયેલા બીલીમોરા એસ.ટી. ડેપોમાં નાગરિકોએ પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. રોજિંદા હજારો મુસાફરો મુસાફરી કરતા હોય ત્યાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નહીં કરાવતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ છે.

બીલીમોરામાં અંદાજીત 15 હજાર ચો.મી.માં ફેલાયેલ વિશાળ ડેપોની જગ્યામાં 4.12 કરોડના ઉભું થયેલ નવા બસ સ્ટેશનને 2જી એપ્રિલ 2018એ તે વખતના રાજય વાહનવ્યવહાર તત્કાલીન મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બીલીમોરા ડેપોથી રોજિંદા અંદાજિત 25થી 30 હજાર જેટલા મુસાફરો બીલીમોરા ડેપોને બસોમાં મુસાફરી કરે છે. હાલ જોકે કોરોના કાળ બાદ આ સંખ્યામાં ઘટાડો થયો છે. બીલીમોરા ડેપોને રોજિંદી અંદાજિત આવક સાડા 5 લાખ કરતા વધુ થાય છે. બીલીમોરા શહેરની નજીક આજુબાજુ ઘણા ગામડાં આવેલા છે.

જેમનું પરિવહનનું મુખ્ય સાધન એસ.ટી. બસ જ છે. લોકો દૂર ગામડેથી બસ મારફત આવી બીલીમોરા રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી પોતાના નોકરી-ધંધા થઈ જાય છે. લોકસુવિધા અર્થે 10 પ્લેટફોર્મ ઉભા કરવામાં આવ્યા છે. મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ટ્રાફિક ઇન્ચાર્જ અને એટીએસ રૂમ, ટ્રાફિક કન્ટ્રોલ રૂમ, ઇન્કવાયરી તથા બુકીંગ રૂમ, કેન્ટીન કિચન સહિત, સ્ટોલ, પાર્સલ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ (શૌચાલય સહિત), એટીએમ રૂમ, મુસાફરો માટે શૌચાલયની સુવિધા આપવામાં આવી છે.

ત્રણ વર્ષ થતા મુસાફરોની આપેલ સુવિધામાં ઘટાડો થયો છે. મુસાફરોની બેઠક વ્યવસ્થામાં ખુદાબક્ષ મુસાફરો સુઈ રહેતા હોય બીજા મુસાફરોને અગવડતા પડે છે. જયારે ગરમીથી રાહત માટે લગાવાયેલા પંખા બંધ રહેતા મુસાફરોએ ગરમીમાં શેકાવું પડે છે. પંખા ચાલુ કરવા ડેપોમાં જણાવવામાં આવે તો બગડી ગયા હોવાનું જણાવે છે. કાયમી ધોરણે આજ જવાબ અપાતો હોય મુસાફરો ત્રાસી ગયા છે. માત્ર એક બે પંખા ચાલુ હોય છે જે પણ અલગ દિશામાં જ પવન ફેંકતા હોય છે. જ્યારે ડેપોની ઓફિસોમાં એકદમ વ્યવસ્થિત પંખા લાઈટ લાગેલી હોય છે.

અન્ય સમાચારો પણ છે...