તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીમોરા કોન્વેન્ટ સ્કૂલ દ્વારા જરૂરિયાતમંદ ભુખ્યાઓની ભુખ ઠારવા એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં બીલીમોરા કોન્વેન્ટ સ્કુલ બહાર શાળા તેમજ દાતાઓનો સહયોગથી ભૂખ્યાઓ માટે મફત ફૂડ બેંક શરૂ કરી છે. જે અનેક ભૂખ્યાઓની ભુખ ઠારશે. અન્નદાન એ મહાદાન એન ઉક્તિને કોન્વેન્ટ શાળાની આ સેવા તરફ સાચી ઠેરવી રહી છે.
ખોરાક એ મનુષ્ય જીવન માટે આવશ્યક અને અગત્યનું છે. અન્નએ પરબ્રહ્મ છે, અન્ન વિના માણસનું જીવવું અશક્ય છે. ભુખ્યા જરૂરિયાતમંદ લોકો ગરીબોને અન્ન મેળવવા કેટલી મહેનત કરવી પડે છે. ઘણા લોકો સાંજ છેડે અન્ન મેળવી શકતા નથી ત્યારે બીલીમોરા કોન્વેન્ટ શાળા સંચાલકોએ દાતા એવા ભાર્ગવ દેસાઈ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા બહાર ફૂડબેંકનું એક નવતર કાર્ય શરૂ કર્યું છે. આ બેંકના કાર્ય થકી ગરીબ, નિરાધારોને ફૂડબેંક દ્વારા જરૂરિયાત મુજબ સૂકો નાસ્તો, બિસ્કિટ તેમજ બીજી અન્ય બગડી ન જાય એવી ખાદ્યસામગ્રી વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. જરૂરિયાત મુજબ તેઓ ફૂડ પેકેટ લઈ શકશે. જે બાદ તેમના માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે આ સેવાકાર્યમાં શાળા સહિત આજુબાજુના સોસાયટી, એપાર્ટમેન્ટ સહિતના લોકો વખતોવખત તેમાં ખાદ્યસામગ્રી મુકવાની જવાબદારી લીધી છે. આ સાથે શાળાના સંચાલકો પણ જરૂરી ખાદ્યસામગ્રી અને શુદ્ધ પીવાનું જળ ફૂડ બેંકમાં વખતોવખત ઉપલબ્ધ કરાવતા રહેશે જેથી કોઇપણ ભૂખ્યું ન રહે. શાળાના આ સરાહનીય કાર્યની સૌએ ખુબ સરાહના કરી હતી. આ પ્રસંગે ફાધર જયંતિ મેકવાને આ સેવાકાર્યને ગરીબો અને જરૂરિયાતમંદો માટે ખુલ્લું મૂકયું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યા સિસ્ટર વેલેન્કીની મેટિલ્ડા, સિસ્ટર જુલિયટ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ, નરેશ નેમાણી, શાળા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળા તેમજ દાતાઓના સહયોગથી શરૂ કરાયેલી ફૂડબેંકની શરૂઆત કરી હતી. આ ફૂડબેંકનો જરૂરિયાતમંદ લોકો જ લાભ લે તે જરૂરી છે તેમજ અન્નનો બગાડ ન થાય તે લોકોએ સમજી યોગ્ય પ્રમાણમાં અન્ન લેવા અનુરોધ કરાયો હતો.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.