મુશ્કેલી:બીલીમોરા ચિમોડિયા નાકા રેલવે ફાટક હવે પેવર બ્લોક-ટ્રેક સુધારણા કામગીરીથી 6 માર્ચ સુધી બંધ

બીલીમોરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંધ રેલવે ફાટક. - Divya Bhaskar
બંધ રેલવે ફાટક.
  • ફાટક બંધ રહેવાથી રોજબરોજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે

બીલીમોરા ચિમોડિયા નાકા રેલવે ફાટક નંબર-109 પર ફાટક વચ્ચેના માર્ગની અને ટ્રેક દુરસ્તીની કામગીરી કરવાની હોય જેને પગલે મુખ્ય ફાટક આગામી 6ઠ્ઠી માર્ચ રવિવાર સુધી બંધ રહેશે. જેને પગલે રેલવે અંડરપાસ, મુખ્ય ફાટક તેમજ દેસરા અંડરપાસમાં પર ટ્રાફિકનું ભારણ વધશે. છાશવારે રેલવે દ્વારા ફાટક માર્ગની દુરસ્તી માટે બંધ રાખવામાં આવતા વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડશે. એકવાર વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તો લોકોને વારેઘડીએ પડતી મુશ્કેલી ઓછી થાય.

બીલીમોરાની 109 નંબર ચિમોડિયા નાકા રેલવે ફાટક પર માર્ગ અને ટ્રેક દુરસ્તીની કામગીરી કરવામાં આવવાની હોવાથી 6 દિવસ માટે 6ઠ્ઠી માર્ચ રવિવાર સાંજ સુધી આ ફાટક વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે. બીલીમોરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી મુખ્ય ફાટક અને ચિમોડિયા નાકા ફાટક પરથી રોજિંદા હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. ફાટક બંધ હોય ત્યારે નાના વાહનો રેલવે અંડરપાસમાંથી નીકળી શકતા હોય છે. જયારે મોટા વાહનોએ ફરજીયાત ફાટકનો જ ઉપયોગ કરવો પડે છે.

રેલવે માર્ગ દુરસ્તીના કારણે 6 દિવસ ચિમોડિયા નાકા ફાટક બંધ રહેતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ચિમોડિયા નાકા ગણદેવી માર્ગ પર પણ આવન-જાવનમાં ભારે તકલીફ આવી રહી છે. ચિમોડિયા નાકા પાસેના સ્થાનિકો ઓવરબ્રિજની ધીમી કામગીરી ત્રાસી ગયા છે. હાલ પૂર્વ-પશ્ચિમ તરફ આવન જાવન માટે ચિમોડીયા નાકા અને મુખ્ય રેલવે ફાટક જ કાર્યરત છે. હવે મોટા વાહનોના આવન-જાવન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. રેલવે અંડરપાસમાં ગમે ત્યારે પાણી ભરાઈ જાય છે.

પાણી ભરાઈ જાય તો વાહન આવનજાવન મુશ્કેલ ભર્યું બને ત્યારે થોડા થોડા સમયે રેલવે દ્વારા આવી કામગીરીના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી તકે આ ચિમોડિયા નાકા રેલવે ટ્રેકની કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. બીજી તરફ રેલવે સ્ટેશનની દક્ષિણે દેસરા જનતાનગર ફાટક નં.107 પણ ઓવરબ્રિજ બાંધકામને કારણે બંધ હાલતમાં છે. ચિમોડિયા નાકા ફાટક બંધ રહેતા હવે મુખ્ય ફાટક નં.108 પર ટ્રાફિકનું ભારણ વધશે. લોકોને ટ્રાફિકને કારણે હાલાકી વેઠવી પડશે ત્યારે ફાટક કામગીરી વેળાસર થાય તો જ લોકોને ટ્રાફિક સમસ્યાથી છૂટકારો મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...