વતન વાપસી:યુક્રેનથી બીલીમોરાનો તીર્થ પટેલ વતન પરત, પુત્ર ઘરે આવતા પરિવારમાં ખુશી છવાઇ

બીલીમોરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુક્રેનની ઝાપોરેઝિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે બીલીમોરાના રહેવાસી કાંતિલાલ પટેલ (મૂળ રહે. ભાઠા, ગામ, ઘોલ ફળિયા)નો પુત્ર તીર્થ કાંતિલાલ પટેલ હાલ ડિસેમ્બર મહિના એમબીબીએસના પ્રથમ વર્ષના મેડિકલ અભ્યાસ માટે ગયો હતો. જે પણ રશિયા અને યુક્રેન દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયો હતો. તીર્થનું ગત 27મી ફેબ્રુઆરીનું ભારત આવવાનું પ્લેન હતું પરંતુ યુદ્ધના કારણે બધી જ ફ્લાઈટ કેન્સલ થતા તે મુશ્કેલીમાં મુકાયો હતો. તેણે યુનિવર્સિટીમાં જ રોકાઈ જવું પડ્યું હતું.

દરમિયાન યુનિવર્સિટીમાંથી સ્ટેશન જવા બસની ગોઠવણ થયાની જાણકારી મળતા હરિયાણા, હૈદરાબાદ, બીલીમોરા, ચેન્નાઇ, અમદાવાદ અને તેલંગાણા મળી કુલ 8 વિદ્યાર્થી જેમાં 5 યુવક અને 3 યુવતી પોતાના જોખમે વતન જવા નીકળ્યા હતા.

ટ્રેનના એક ડબ્બામાં ઠાંસી ઠાંસીને લોકોને ભરવામાં આવ્યા હતા. જ્યાંથી ત્રણ દિવસની અથડામણ, રઝળપાટ સાથે માજ્હોની સ્ટેશન થઈ પડોશી હંગેરી દેશના બુડાપેસ્ટ પહોંચ્યા હતા. ઇન્ડિયન એમ્બેસીની મદદથી કેન્દ્ર સરકારના મિશન ગંગા અંતર્ગત એરફોર્સની વિશેષ ફ્લાઇટમાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાંથી પ્લેનમાં તેઓ અમદાવાદ અને ત્યાંથી બીલીમોરા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...