પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકનો મામલો:બીલીમોરા-ગણદેવી ભાજપે કર્યુ કોંગ્રેસના પૂતળાનું દહન

બીલીમોરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંજાબમાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકનો મામલો
  • પીએમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી

બીલીમોરા અને ગણદેવી તાલુકા માં ભાજપ કાર્યકરોએ પંજાબમાં સભા સંબોધવા જતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થવા બદ્દલ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા કોંગ્રેસને જવાબદાર ઠેરવી કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કરી આ મામલે કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. વડાપ્રધાન કાફલો નિર્ધારિત સભા સ્થળ તરફ સડક માર્ગે આગળ વધી રહ્યો હતો. તે સમયે પંજાબ સરકારની સુરક્ષા ચૂકને કારણે તેમણે પાછા ફરી જવાની નોબત આવી હતી. અને સભા રદ કરવી પડી હતી. ભાજપના કાર્યકરો એ ઠેર ઠેર કોંગ્રેસી પૂતળાનું દહન કર્યું હતું.

બીલીમોરા શહેર ભાજપ દ્વારા કરાયેલા પૂતળા દહન વેળા જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, વિજય પટેલ, વિપુલાબેન મિસ્ત્રી, મનહર પટેલ, રમેશ રાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગણદેવી સરદાર ચોક પર પૂતળાનું દહન કરાયું હતું. આ સમયે પ્રાણલાલ પટેલ, રાજુ પટેલ, જયેશ પટેલ, ડો.હાર્દિક વૈદ્ય, સરસ્વતી પટેલ, હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...