તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બીલીમોરા SV માર્ગ પર ખાડામાં બાઈક ખાબકી, ચાલકનો બચાવ

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપેરીંગ બાદ ખાડો પૂર્યા વિના જ છોડાતા અકસ્માત

બીલીમોરામાં ચિમોડિયા નાકા એસ.વી.પટેલ માર્ગ પર હાલ ટેમ્પરરી સર્વિસ રોડની કામગીરી દરમિયાન બુધવારે ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈનમાં પડેલા ભંગાણની રિપેરીંગની કામગીરી પાલિકાની એજન્સીના માણસો એ હાથ ધરી હતી. જે રીપેરીંગ કામ માટે મસમોટો ખાડો કરવામાં આવ્યો હતો. જે રીપેરીંગ કામગીરી બાદ આ ખાડો એમનો એમ છોડી દેવામાં આવ્યો હતો. દરમિયાન ગુરુવાર વહેલી સવારથી પડેલા ભારે વરસાદના કારણે આ માર્ગ બનાવવામાં કરવામાં આવેલ ખાડા સહિત લાઈન રિપેરીંગ કરવામાં આવેલા ખાડામાં પાણી ભરાયુ હતું.

જેના કારણે આ માર્ગ પરથી વાહન લઈ જવું ખુબજ જોખમકારક હોવા છતાં એક બાઈક ચાલકે આ માર્ગે પોતાની બાઈક લઈ જવાનું સાહસ કરતા તે બાઈક સાથે આ ખાડામાં ખાબક્યો હતો. જ્યાં આસપાસના લોકો દોડી આવી તેને તુરંત બહાર ખેંચી કાઢ્યો હતો.જોકે તેની બાઈક ખાડામાં ખૂંપી ગઈ હતી. આ ચિમોડિયા નાકા પાસે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ચાલતા ઓવરબ્રિજના કામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વહેલી તકે આ મુશ્કેલીનો હલ આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...