એવોર્ડ એનાયત કરાશે:ભાગડ પ્રા. શાળાના ઉપશિક્ષિકાની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરાઇ

બીલીમોરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાગડ પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા કિર્તીબેન. - Divya Bhaskar
ભાગડ પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા કિર્તીબેન.
  • મોરારી બાપુના હસ્તે 11મી એ એવોર્ડ એનાયત કરાશે

સમગ્ર રાજ્યમાં દર વર્ષે પૂ. મોરારિબાપુના હસ્તે જિલ્લામાંથી શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકને ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. કોરોના કાળના કારણે બે વર્ષના મુલતવી રાખેલ પારિતોષિક આ વર્ષે 11મી મેના રોજ એનાયત કરવામાં આવશે. જેમાં નવસારી જિલ્લામાંથી ગણદેવી તાલુકાના છેવાડાના ગામની ભાગડ પ્રાથમિક શાળામાંથી શિક્ષિકા કીર્તિબહેન ઓજસકુમારની પસંદગી કરાઈ છે.

કિર્તીબેન છેલ્લા 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે. તેઓએ સરકારના ખૂબ જ ઉચ્ચ અભિગમ “પ્રજ્ઞા અભિગમ”માં પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપવામાં સફળ ભૂમિકા ભજવી છે. કોરોના કાળ દરમિયાન પણ જુદા જુદા માધ્યમથી બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવવામાં તેઓ સફળ રહ્યા છે. બાળકો માટે શિક્ષણને જીવંત રાખવાના પ્રયત્નો ખરેખર પ્રશંસનીય છે. તેઓ ઓનલાઇન શિક્ષણ દરમિયાન સ્વરચિત ગીત, વાર્તા, પ્રવૃત્તિ બાળકો સુધી પહોંચાડી છે. શાળાની દરેક કામગીરીમાં અગ્રેસર રહી તેમણે હંમેશા બાળકની પ્રગતિની કેડી કંડારી છે.

એમની નિષ્ઠાપૂર્વકની કામગીરીથી ‘પ્રતિભાશાળી શિક્ષક’ તરીકે પણ સન્માનિત થયા છે. પૂ. મોરારિબાપુ દ્વારા અપાતા ચિત્રકૂટ એવોર્ડ માટે એમની પસંદગી થઈ છે. તેમને 11મીમેના રોજ ભાવનગર તલગાજરડામાં મોરારિબાપુના હસ્તે બહુમાન થશે. તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર શિક્ષકઆલમ આનંદ અને ગૌરવની લાગણી વર્તાઈ છે. સમગ્ર નવસારી, ગણદેવી તાલુકા શિક્ષક સંઘ, ગ્રામજનો તથા શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવી તેમની ઉતરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...