બીલીમોરા નગરપાલિકા દ્વારા ગૌરવપથ પર હયાત ડિવાઈડર કાઢીને નવા પહોળા ડિવાઈડર બનાવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 1.11 કરોડના ખર્ચે નવા ડિવાઈડર બનાવવાનું કામ સુરતના ઇજારદારને સોંપવામાં આવ્યું છે. આ કામગીરી હાલ પ્રગતિમાં છે. આ કામગીરીમાં હાલ કોલેજથી લઈ રાજભોગ સર્કલ સુધીની કામગીરીમાં ડિવાઈડર બનાવી તેમાં નવા લાઈટના પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. જોકે કામગીરી હજુ અધૂરી છે. જુના લાઈટ પોલ હજુ એમ જ રખાયા છે. બીલીમોરા ગૌરવપથ પર ટ્રાફિકનો પ્રશ્ન હંમેશા ઉદભેવેલો રહે છે.
ઇજારદાર દ્વારા હાલ કરવામાં આવેલી ડિવાઈડરની કામગીરીમાં ડિવાઈડરના બંને છેડે કોંક્રિટ કરી તેના સળિયા એમજ ખુલ્લા છોડી દેવામાં આવતા જોખમી બન્યા છે. વાહનો ટર્ન લેતા સમયે આ સળિયા અકસ્માત નોતરી શકે છે. આ ગૌરવપથ પર ટ્રાફિક ખુબ રહેતો હોય આ સળિયા જોખમી સાબિત થઈ શકે છે.
હજુ કામ પૂર્ણ થયું નથી પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી અને કામગીરી હાલ ચાલતી પણ નથી. આ જોખમી રીતે ડિવાઈડરના બંને નાકે છોડવામાં આવેલ ખુલ્લા સળિયા કોઈ અકસ્માત નોતરી શકે છે ત્યારે આ જોખમી રીતે બહાર કાઢી છોડી દેવામાં આવેલ સળિયા અંગે પાલિકા દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે અને સળિયા દ્વારા કોઈ અકસ્માત થાય તે પહેલાં તે હટાવાની કામગીરી કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.