બીલીમોરા નગરપાલિકાના માજી નગરસેવક મનિષભાઈ દેસાઈ (ગુલીટ) દ્વારા બીલીમોરા નગરપાલિકાના હાલ સુધારાયેલ વેરાના દરોનો અમલ 2013થી અમલી કરવા આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પાલિકાએ નવા દરો 2013થી તે અમલી બનાવ્યું હતું, તો નવા દરો પણ 2013થી અમલમાં લાવી બીલીમોરાના શહેરીજનોને પાસે 2013થી હાલ સુધી ઉઘરાવવામાં આવેલ ભૂગર્ભ ગટરનો વેરો તેમને પરત આપવા અથવા તો મજરે આપવાની માંગણી કરી છે.
બીલીમોરા નગરપાલિકાના માજી સભ્ય અને સામાજિક આગેવાન મનિષભાઈ દેસાઈ (ગુલીટ) દ્વારા બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવી માંગણી કરી છે કે, બીલીમોરા નગરપાલિકા દ્વારા તેની ગત 10મી જાન્યુઆરી 2012ની સામાન્ય સભામાં ભૂગર્ભ ગટરના વેરાનાં નિયમ બાબતેનો ઠરાવ નંબર-291થી નિયામક ગાંધીનગરને પાઠવવામાં આવ્યો હતો. જેની મંજૂરી 20 જૂન 2012એ આવી હતી. જેને 10મી જુલાઈ 2012ની સામાન્ય સભામાં રજૂ કરતાં ઠરાવ નં. 128- 10/07/2012એ તેમણે આ વેરા વધારાનો વિરોધ કર્યો હતો.
આ વેરા વધારાયા તે 7 વર્ષ દરમિયાન નગરપાલિકા વિસ્તાર આવેલ 17000 જેટલી રહેણાંક અને કોમર્શિયલ મિલકત પૈકી અને હાલ 200 કોમર્શિયલ અને 2000 રહેણાંક ડ્રેનેજ કનેકશન આપવામાં આવ્યાં છે અને સીસી મેળવવા માટે કનેકશન લીધા હતા. ભૂગર્ભ ગટરના કનેક્શનના ભાવ વધારાયા હતાં. જેમાં રહેણાંકમાં સોસાયટી, એપાર્ટમેન્ટ, બંગલા, ડુપ્લેક્સ રો હોઉસ વગેરના કનેક્શન દીઠ રૂ. 5 હજાર, કોમર્શિયલ જગ્યાના કનેક્શન દીઠ 7500 અને ઔદ્યોગિક એકમો માટે કનેક્શન દીઠ 10 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યાં હતા. 2013થી હાલ સુધી પાલિકા દ્વારા અગાઉના વેરા મુજબ ભૂગર્ભ કનેક્શન ધારકો પાસેથી લાખોનો વેરો ઊઘરાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.