તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભાઠા, કલમઠા, છાપરમાં પાણીની સમસ્યા નિવારવા તંત્રને આવેદન

બીલીમોરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારની ઘરે ઘરે પાણી યોજના સામે આપના સવાલ

ગણદેવી તાલુકા આમ આદમી પાર્ટીએ બીલીમોરામાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીને ભાઠા, કલમઠા અને છાપર ગામે વર્ષોથી ચાલી આવેલ પાણીની સમસ્યા નિવારણ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યુ હતું.

ગણદેવી તાલુકા આમ આદમી પાર્ટીએ બીલીમોરા પાણી પુરવઠા અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યુ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગણદેવી તાલુકાના ભાઠા ગામના વડ ફળિયા, છાપર ગામના દેસાઈ ફળિયા, નિશાળ ફળિયા કલમઠા ગામના ભાઈલા ફળિયા અને નિશાળ ફળિયામાં વર્ષોથી પાણી પહોંચતું ન હોવા જણાવ્યું છે. આવેદનપત્રમાં વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, જેના કારણે ગ્રામજનોએ અનેક સમસ્યા ભોગવવી પડે છે, જેમ કે બોરીંગ કરાવવું પડે, મોટર, પાઇપ, લાઇટબીલ વગેરે અનેક ખર્ચા કરવા પડે છે. હાલ કોરોના ચાલતું હોય અને નોકરી, ધંધો બંધ હોય, મોંઘવારી પણ વધારે હોવાથી પૈસાની પણ અછત હોવાથી પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં દેવધા કરોડ જૂથ યોજનાની પાણીની ટાંકી ભાઠા ગામમાં હોવા છતાં પાણી અપાતું ન હોવાના આક્ષેપ કર્યા હતા. સરકાર ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. કોરોના કાળમાં ગ્રામજનોએ પાણીની સમસ્યા વેઠવી પડી રહી હોવાનું જણાવી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગણી આવેદનપત્રમાં કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો