બીલીમોરા નજીકના આંતલિયા ખાતે રહેતા વૃદ્ધ પોતાની સાયકલ લઈને સાંજે ઘરે આવતી વખતે ટેમ્પોની અડફટ આવી જતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત કરનાર ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર બીલીમોરા નજીકના આંતલીયા આંતલીયા ગ્રામ પંચાયત કચેરી સામેની સી.એમ પટેલની ચાલમાં રહેતા 68 વર્ષના અમૃતભાઈ મણીલાલ પટેલ શનિવારે સાંજે 7:30 વાગ્યે પોતાની સાઇકલ લઈ આંતલીયા શાંતિનગર ભારત ગેસના ગોડાઉન સામેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તેજ સમયે સમયે યોદ્ધા કેમ્પર ટેમ્પો ચાલકએ ગફલત ભરી રીતે પોતાની ગાડી હંકારી લાવી સાયકલ પર પસાર થઈ રહેલા અમૃતભાઈને અડફટે લેતા તેઓ જોરદાર જમીન પર પટકાયા હતા. અકસ્માતના કારણે તેમને માથામાં, નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગતા તેમનું ઇજાઓના કારણે ઘટના સ્થળેજ કરુણ મોત નીપજવા પામ્યું હતું.
ઘટના અંગે મૃતકના પરિવાર જનોને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેમના પુત્રોએ પિતાને રોડની સાઈડમાં ઘાયલ અવસ્થામાં પડેલા હતા. તેઓને સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પુત્ર ભાવેશ અમૃતભાઈ પટેલે અકસ્માત અંગે ટેમ્પો નંબર (GJ 21 Y 9140)નો ચાલક ધકવાડા ગામે રહેતો ગૌતમ તેજાભાઈ માલી (21) સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને ટેમ્પો પણ કબજે કરી લીધો છે. વધુ તપાસ પીઆઇ ટી.એ.ગઢવી કરી રહ્યા છે. આ ઘટના બનતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.