જીવન ટૂંકાવ્યું:બીલીમોરા નજીકના મેંધર ગામે રહેતી આસામની યુવતીનો પ્રેમીના ઘરે આપઘાત

બીલીમોરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના યુવક સાથે આંખો મળતા તેના ઘરે રહેતી હતી

બીલીમોરા નજીકના મેંધર ગામે મુળ આસામ કથલપુરી ગામ, સોનિતપુર અને હાલ મેંધર, કોળીવાડમાં રહેતી જનાતીબેન બોગલા ઔરાંગ (ઉ.વ. 20) જિંગા તળાવમાં મજૂરી કામે આવેલી હતી. તેને મેંધરમાં રહેતા કિર્જન પટેલ (ઉ.વ. 22) સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમીના ઘરે રહેવા આવી ગઈ હતી. પ્રેમીના પરિવાર સાથે રહેતી આવી હતી.

દરમિયાન ગત 4થી ઓગસ્ટના રોજ સવારે કિર્જન પટેલ બીલીમોરા જીઆઇડીસીમાં નોકરીએ ગયો હતો અને તેના માતાપિતા ખેતીકામે ગયા હતાં. કિર્જનનો નાનો ભાઈ ઘરે હતો. દરમિયાન જનાતીબેને તેના પ્રેમીના ઘરે પંખાના હુક સાથે ઓઢણીથી કોઈક અગમ્ય કારણસર ફાંસો ખાઈ લીધો હતો. પ્રેમીના માતા-પિતા ઘરે આવ્યા ત્યારે જનાતીના રૂમનો દરવાજો ઠોકતા તેણે દરવાજો નહીં ખોલતા બારીમાંથી જોતા તેણે ફાંસો ખાઈ લીધા હોવાનું જણાયું હતું.

તેઓએ બારીમાંથી અંદર પ્રવેશી જનાતીને નીચે ઉતારી બીલીમોરા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી તેને બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ ઉર્વશીબેન પટેલે ધોલાઈ મરીન પોલીસને કરતા ધોલાઈ મરીનના એએસઆઈ સુરેશભાઈ ખડગે તપાસ કરી રહ્યાં છે. યુવતીના આસામ રહેતા પરિવારને જાણ કરતા તેનો ભાઈ મેંધર આવવા માટે નીકળી ગયાનું પોલીસે જણાવ્યું હતું. જનાતીના પરિવારમાં તેની માતા અનવ તેના ચાર ભાઈઓ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...