રાહત:પૂર સંકટ ટાળવા દેવધા ડેમના તમામ દરવાજા ખોલાયા

બીલીમોરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવી તાલુકામાં વધુ 3 ઇંચ સાથે સિઝનનો સાડા આઠ ઇંચ વરસાદ વરસતા જળ સમસ્યા ઉકેલાય

ગણદેવી તાલુકામાં સોમવાર સાંજે વિતેલા 24 કલાકમાં વધુ 3 ઇંચ (78 મિમી) સાર્વત્રિક વરસાદ સાથે સિઝનનો સાડા આઠ ઇંચ (211 મિમી) વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં બપોર બાદ વરસાદે પોરો ખાતા લોકો કામ અર્થે નીકળી શક્યા હતા. આ સાથે નદીમાં પાણીની આવક પણ થઈ રહી છે. દેવધા ડેમના બાકીના 20 દરવાજા પણ ખોલી દેવાયા હતા. 

અંબિકા નદીની સપાટી 3.380 મીટરે પહોંચી, કાવેરી, વેગણિયા અને પનિહારી નદીમાં પણ નવા નીર
ગણદેવી તાલુકામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાની સાથે જગતનો તાત ખેતીકામમાં જોતરાયો છે. જોકે વરસાદને પગલે ઘણી જગ્યાએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત મેઘ મહેરને પગલે પાલિકાની પ્રિમોન્સુનની પોલ ઉઘાડી પડી છે. ઘણી જગ્યા પાણીનો ભરાવો થયો હતો. ઓવરબ્રિજની કામગીરી પગલે એસ.વી. પટેલ માર્ગ પર ગટરીયા પાણી ડ્રાઈ વળ્યાં હતા. જોકે વરસાદનું જોર ધીમું થતાં પાણી ઓછું થયું હતું.  થોડા વરસાદ સાથે વિઠ્ઠલ નગર પાસે પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા હતા તેમજ દેવધા ડેમમાં પાણીની આવક જોવાઇ હતી. જે સાથે તાલુકાના નિચાણવાળા વિસ્તારના 26 જેટલા ગામમાં પૂર સંકટ ટાળવા અંબિકા નદી દેવધા ડેમના 40 પૈકી 20 દરવાજા 19 દિવસ અગાઉ ખોલી દેવામાં આવ્યા હતા.જ્યારે બાકી રહેલા તમામ 20 દરવાજા સોમવારે સવારે ખોલી દેવાયા હતા. દેવધા ડેમના બાકીના દરવાજા પણ ખોલી દેવાતા ડેમમાં લાખો ક્યુસેક લિટર મીઠું સંગ્રહિત થયેલું પાણી દરિયામાં વહી ગયું હતું. ગણદેવી તાલુકામાં બીજા દિવસે પડેલા વરસાદને પગલે વધુ  78 મિમી (3 ઇંચ) વરસાદ સાથે મોસમનો 211 મિમી (સાડા 8 ઇંચ) વરસાદ નોંધાયો છે. પાણીની આવક વધતા અંબિકા નદીની સપાટી 3.380 મીટર એ જોવાઈ હતી. અંબિકા નદી સાથે  કાવેરી, વેગણિયા અને પનિહારી નદીમાં નવા નીર આવ્યા હતા. સાર્વત્રિક મેઘ મહેરથી જળ સમસ્યા ઉકેલાય ગઇ છે તો ખેતી માટે પણ કાચુ સોનુ વરસ્યું છે.

અન્ય સમાચારો પણ છે...