દારૂની હેરાફેરી:પોંસરી-ધોલાઇ રોડ પર કારમાંથી દારૂ ઝડપાયો, બૂટલેગર ફરાર

બીલીમોરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી એલસીબીએ 1.82 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

નવસારી એલસીબીએ બીલીમોરા નજીકના પોંસરી-ધોલાઈ માર્ગ પરથી પેટ્રોલિંગ દરમિયાન કારમાં લઇ જવાતો રૂ.1.32 લાખના દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે બૂટલેગર અંધારાનો લાભ લઇ પલાયન થઈ ગયો હતો. પોલીસે રૂ.1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નવસારી એલસીબીએ બીલીમોરા પોલીસમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી એલસીબીના અ.હે.કો. લલીતભાઇ અશોકભાઇ, અ.હે.કો. ગણેશભાઇ દિનુભાઇ બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારના પોંસરી ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરવા ઉભા હતા. તે દરમિયાન ધોલાઇ તરફથી આવતી કાર (નં. GJ-15-DD-2114)ને ઉભી રાખવા માટે ટોર્ચ અને લાકડી સાથે ઈશારો કર્યો હતો પરંતુ કાર ચાલક કાર થોભાવની જગ્યાએ પૂરપાટ ઝડપે બીલીમોરા તરફ હંકારી ગયો હતો. ચાલકને પોલીસ પીછો કરતા બીગરી ચાર રસ્તાથી માલવણ તરફ જતા રોડ પર કાર ઉભી રાખી કારમાંથી ઉતરી અંધારાનો લાભ લઇ પલાયન થયો હતો.

જે બાદ પોલીસને કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1560 બાટલી કિંમત રૂ. 1.32 લાખ મ‌ળી આવી હતી. નવસારી એલસીબીએ દારૂ સહિત કાર કિંમત રૂ. 50 હજાર મળી કુલ રૂ. 1.82 લાખના મુદ્દામાલ ઝડપી કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...