હાલાકીનો અંત:કોવિડમાં બંધ થયેલી અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેન પુન: શરૂ

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા પહોંચેલી ટ્રેનનું શ્રીફળ વધેરી સ્વાગત કરાયું હતું - Divya Bhaskar
બીલીમોરા પહોંચેલી ટ્રેનનું શ્રીફળ વધેરી સ્વાગત કરાયું હતું
  • રોજીંદા મુસાફરો-નોકરીયાત વર્ગને પડતી હાલાકીનો અંત આવ્યો

કોવિડની મહામારીને પગલે રેલવે દ્વારા છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી બંધ કરી દેવાયેલી અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેન ફરી પાછી મંગળવારથી શરૂ થતા રોજિંદા મુસાફરો અને નોકરિયાત વર્ગમાં આનંદ વ્યાપી ગયો છે.

અમદાવાદથી બીલીમોરા 7:30 વાગ્યે આવી પહોંચેલી ટ્રેનનું દિપક દુકાને, જોનીશ ગાંધી, તેજસ પટેલ, કાવ્યા સેગવ, અને અક્ષય બીલીમોરીયાએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. આ પેસેન્જર ટ્રેન હોવાથી દરેક સ્ટેશને તેના મુસાફરો મહત્તમ લાભ લઈ શકશે, કોવિડને કારણે છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવાયેલી ટ્રેન હવે રાબેતા મુજબ થતા સૌને રાહત પહોંચી છે.

સવાર મુંબઇ તરફ જતી આ ટ્રેન બીલીમોરા સવારે 7.20 કલાકે આવશે અને અમદાવાદ જવા માટે સાંજે 7:28નો ટાઈમ બીલીમોરાનો છે. જોકે બે વર્ષે બંધ કરી દેવાયેલી ટ્રેનના કમ્પાર્ટમેન્ટની બેઠક વ્યવસ્થા ગંદી હાલતમાં હતી જે મુસાફરો માટે સમસ્યા વધારશે. રેલવે દ્વારા આ ટ્રેનને શરૂ કરવા પહેલા તેને યોગ્ય સાફ-સફાઈ કરવા વગર ટ્રેન શરૂ કરી દેવાતા મુસાફરોની પ્રથમ દિવસે હાલાકી વધી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...