આંતલિયા ગામના માજી સરપંચ લલીતાબેન છગનભાઈ પટેલના પુત્ર નિમેષ છગનભાઈ પટેલની નવ મહિના અગાઉ બીલીમોરા ગોહરબાગમાં હત્યા થઈ હતી. આ હત્યામક સંડોવાયેલા 13 આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં પૂરી દીધા હતા.
દરમિયાન ઉપરોક્ત હત્યાના ગુનામાં સંડોવાયેલ એક આરોપી અજય સુભાષ યાદવ હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો હતો. જેણે હત્યામાં માર્યા ગયેલા નિમેષ પટેલના મિત્ર અજયકુમાર ઉર્ફે રાજા અનિલસિંહ રાજપૂત (22), રહે. આંતલિયા, શિવશક્તિ નગરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગત તારીખ:-09/06/2022ના રોજ મેસેજ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કેમ ભૂલી ગયો. હુ અજય યાદવ છું. કેમ ભુલી ગયો કે શું? તેમ મેસેજ કરતા ફરિયાદી અજય રાજપૂતે તેને મેસેજથી રિપ્લાય આપેલ કે રાજા નથી જેથી તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી જણાવેલ કે રાજા આવે તો કે જે અજય છુટી ગયેલો છે. જ્યાં ભાગવુ હોય ને ત્યાં ભાગી જાય, મરી ગયો મોત હવે તે આ મેસેજ કરેલા અને નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બાબતે મૃતક નિમેષના મિત્ર અજયકુમાર ઉર્ફે રાજા રાજપૂતે તેને ધમકી આપનાર અજય સુભાષભાઈ યાદવ, શ્યામનગર, બીલીમોરા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા બીલીમોરા પોલીસે ધમકી આપનાર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હાની વધુ તપાસ પીએસાઈ ડી. આર. પઢેરિયા કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.