તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વાઘરેચ પાસે રખડતાં ઢોર બાઇક આડે આવતા મંદિર ગામના યુવાનનું મોત

બીલીમોરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક ચેતન આહીરની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક ચેતન આહીરની ફાઈલ તસવીર
  • બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચતા હાલ તે સુરત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

બીલીમોરા વાઘરેચ પાસે કામ અર્થે બાઈક પર આવેલા જલાલપોરના મંદિર ગામે રહેતા યુવાનો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બીલીમોરા વાઘરેચ ગામે માર્ગ પર અચાનક બાઈક સામે ઢોર આવી ચઢ્યા હતા. જેની સાથે બાઇક ભટકાતા ફંગોળાઈ નીચે પડેલા બંને યુવકો પૈકી પાછળ બેસેલ 40 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. જયારે બાઈકચાલક યુવાન હાલ સારવાર હેઠળ છે.

બીલીમોરામાં આવેલી ગુજરાત ગ્રામીણ બેન્કમાં ભવાની એન્ટરપ્રાઈઝ કેસ વાનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતનભાઈ મનુભાઈ આહીર (ઉ.વ 40, રહે. મંદિર ગામ, નવા આહિરવાસ, તા. જલાલપોર) તેમના પિતરાઈ ભાઈ અને બેંકમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં દિનેશભાઈ જેરામભાઈ આહીર સાથે દીનેશભાઈની હોન્ડા ડ્રીમ યુગા બાઈક (નં. GJ-21-BH-3481)ની પર વાઘરેચ કાવેરી નદીના પુલ પાસે કોઈ કામ અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ કામ પતાવી બાઈક પર મંદિર ગામે પરત ફરી રહ્યા હતા.

બાઈક દિનેશભાઇ હંકારી રહ્યા હતા ત્યારે વાઘરેચમાં આવેલા એસ્સાર પેટ્રોલ પંપ નજીક નાળા પાસે પહોંચ્યા હતા. જ્યાં અચાનક તેમની ગાડી સામે રખડતાં ઢોરો આવી ચડ્યા હતા. આ ઢોરના કારણે તેમની ગાડીનું સંતુલન ખોરવાઈ જતા બાઈક ઢોર સાથે અથડાઈ હતી અને ગાડી સ્લીપ મારી ગઈ હતી. જેના કારણે બંને જણા જમીન પર પટકાતા ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે 108મા બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દિનેશભાઇને માથા અને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેમને વધુ સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

ચેતનભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક ચેતનભાઈ આહીર બીલીમોરામાં આવેલ ગુજરાત ગ્રામીણ બેંકમાં ભવાની એન્ટરપ્રાઈઝ કેસ વાનમાં ડ્રાઈવર તરીકે આશરે 10 વર્ષથી નોકરી કરતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક 10 વર્ષની પુત્રી અને 13 વર્ષનો પુત્ર સહિત પરિવારને કલ્પાંત કરતા મૂકી ગયા હતા.

આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ જીજ્ઞેશભાઈ આહિરે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા બીલીમોરાના સેકન્ડ મહિલા પીએસઆઇ એન.ટી.પુરાણી તપાસ કરી રહ્યાં છે.\n\nબોક્સ\nતંત્ર પાસે કોઈ એકશન પ્લાન નથી\nસમગ્ર નવસારી જિલ્લામાં રખડતાં ઢોરોનો ભારે ઉપદ્રવ છે. રખડતાં ઢોરોના સાથે અકસ્માતના કારણે કેટલાય લોકો અપમૃત્યુને ભેટી રહ્યાં છે. રખડતાં ઢોરોને પાંજરે પુરવા તંત્ર પાસે કોઈ જ એક્શન પ્લાન નથી.

અન્ય સમાચારો પણ છે...