તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયનો માહોલ:બીલીમોરામાં શોર્ટસર્કિટને પગલે 70 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાક ધમધમતા માર્ગ પર આગને કારણે ભયનો માહોલ

બીલીમોરા સહિત દેવસર ગામે માનસિક બીમાર યુવકે બીલીમોરા દેવસર એપીએમસી માર્કેટ સામે આવેલા વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક લાકડી મારી દેતા ઓઇલ લિકેજ થઈ શોર્ટસર્કિટ થયો હતો. જેના કારણે વીજ ડીપી ભડભડ સળગવા લાગી હતી. જેને પગલે 70 જેટલા ઘરમાં અઢી કલાક માટે વીજ પુરવઠો ખોટકાયો હતો. બીલીમોરા ફાયરે આગ કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે વીજ કંપનીના માણસો પણ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને સમારકામ હાથ ધર્યું હતું.

બીલીમોરા તેમજ આસપાસના વિસ્તારમાં માનસિક બીમાર યુવક કેટલાક સમયથી હાથમાં લાકડી લઈ જાહેર માર્ગો પર ફરતો રહે છે. દરમિયાન શુક્રવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં તેણે બીલીમોરા દેવસર એપીએમસી માર્કેટ પાસે ફરી રહ્યો હતો. તેણે માર્કેટ સામે આવેલી વીજ ડીપી ટ્રાન્સફોર્મરમાં લાકડી ફટકારી દેતા શોર્ટસર્કિટ થયો હતો. ટ્રાન્સફોર્મરમાંથી લિકેજ થયેલા ઓઈલના કારણે જોતજોતામાં વીજ ડીપીમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી ત્યાં હાજર લોકોમાં તેમજ આસપાસના ઘરોમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ ઘટનાથી 70 જેટલા ઘરમાં અઢી કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો હતો. આ ઘટનાની જાણ બીલીમોરા ફાયર વિભાગને કરાતા ફાયરફાયટરો ધસી આવી આગને કાબૂમાં લેતા ટ્રાન્સફોર્મર નુકસાનીથી બચી ગયું હતું. બીલીમોરા ડીજીવીસીએલના ઈજનેર શૈલેષ પટેલની ટીમે અઢી કલાકની મરામત બાદ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ડીપીમાં લાગેલી આગને કારણે ભય ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...