દુર્ઘટના:ધોલાઇ બંદરે લાંગરેલી બોટમાં ખેંચ આવતા ડૂબી ગયેલા ખલાસીનું મોત

બીલીમોરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહાલક્ષ્મી માતા નામની બોટમાં બનેલી ઘટના
  • પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો

બીલીમોરા નજીકના ધોલાઈ બંદરે વિજયભાઇ નાનાભાઇ ટંડેલ (ઉ.વ. 35, રહે. કકવાડી, મેથીયા ફળિયા, તા.જિ.વલસાડ)ની માલિકીની મહાલક્ષ્મી માતા નામની બોટ 3જી ઓગસ્ટના રોજ ફિશિંગ કરવા જવા માટે લાંગરેલી હતી. જેમાં ખલાસી બચ્ચન તુલાજી ગાંગડ (રહે. ગાંગડપાડા, વડોવલી, તલાસણ, થાણે, મહારાષ્ટ્ર) તેમજ અન્ય ખલાસી આ બોટમાં હતા. જ્યા બચ્ચન ગાંગડને ખેંચ-ફેંફરુ આવતા તેઓ બોટમાંથી પાણીમાં પડી ગયા હતા.

તેઓ પાણીમાં પડતા ત્યાં હાજર બોટ માલિક વિજયભાઈના ભાઈ હરીશભાઇ તથા બીજા ખલાસી ગણપતભાઇ તેમને બચાવવા પાણીમાં કુદી પડી બચ્ચન ગાંગડની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બચ્ચન ગાંગડ મળી આવ્યાં ન હતા. દરમિયાન 4થી ઓગસ્ટ ગુરૂવારે ધોલાઇ બંદરથી એક પુરુષની લાશ મળી હોવાની માહિતી મળતા બોટ માલિકે વિજયભાઈએ ત્યાં જઈ તપાસ કરતા આ લાશ બચ્ચન તુલાજી ગાંગડની જ હોવાનુ જણાવી તેના મૃતદેહને બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો હતો.

મૃતક બચ્ચન ગાંગડના પરિવારજનોને પણ આ બનાવની જાણ કરી હતી. આ ઘટનાની જાણ બોટ માલિક વિજયભાઇ ટંડેલે ધોલાઈ મરીન પોલીસને કરતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી મરીનના હે.કો. જયેશભાઇ ધીરૂભાઈ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...