તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બીલીમોરા આનંદ ટોકીઝ પાછળ ખુલ્લી જગ્યામાં કચરાના ઢગમા આગ લાગી

બીલીમોરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા આનંદ ટોકીઝ પાછળ આવેલ ખુલ્લી ખાનગી પડતર જગ્યામાં બુધવારે બપોરે કચરાના ઢગમાં ફેન્સિંગ પાસે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. પવન સાથે આગ રહેણાંક વિસ્તાર તરફ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

બીલીમોરા ગૌહરબાગ વિસ્તારમાં આનંદ ટોકીઝ પાછળ ખુલ્લું પડતર મેદાન આવેલું છે. જેમાં મોટા પ્રમાણમાં કચરો પડ્યો રહેતો હોય છે. બુધવારે બપોરે એકાએક આ પડતર મેદાનમાં આનંદ ટોકીઝ પાછળ કમ્પાઉન્ડ ફેન્સિંગ પાસે કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી.

આ ઘટનાની જાણ બીલીમોરા પાલિકાના ફાયર વિભાગને કરતા પંકજભાઈ દેસાઈની ટીમ વોટર બાઉઝર સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પાણીનો સતત મારો ચાલુ કર્યો હતો. 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી અને રહેણાંક વિસ્તાર તરફ પ્રસરતા અટકી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...