ક્રાઇમ:બીલીમોરાના ધકવાડા ગામે આધેડ મૃત હાલતમાં મળ્યા

બીલીમોરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતે પડી જતા સર્જાયેલી ઘટના
  • માથામાં ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયાની આશંકા

બીલીમોરા નજીકના ધકવાડા ગામે ધુરીયા ફળિયામાં રહેતા અરવિંદ બાબુભાઈ પટેલ (ઉ.વ. 56) અકસ્માતે પડી જતા માથામાં પહોંચેલ ગંભીર ઇજાને કારણે તેઓનું મોત નિપજયું હતું. બીલીમોરા નજીક ધકવાડા ગામે ધુરીયા ફળિયામાં રહેતા અરવિંદ બાબુભાઈ પટેલ ધકવાડા ગામે, મંદિર ફળિયાના જાહેર રોડ પર પડી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.

108 એમ્બ્યુલન્સે તેમને બીલીમોરાની મેંગુષી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. જોકે ડોક્ટરે કરેલી પ્રાથમિક તપાસમાં કરંટ લાગવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે મરનાર અરવિંદભાઈ પટેલના પુત્ર રાહુલ પટેલે તેના પિતાનું મોત પડી જવાથી માથામાં થયેલી ગંભીર ઈજાને કારણે હેમરેજ થવાથી થયાનું કહ્યું હતું. આ બાબતે મહિલા પીએસઆઇ એન.ટી.પુરાણીને પૂછતાં તેમણે મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે એમ જણાવ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...