તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનનો કરૂણાંત:બીલીમોરા ઓરિયા મોરિયામાં માનસિક અસ્વસ્થ યુવકનો ફાંસો ખાઈ આપઘાત

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતક યુવાન છૂટક મજૂરીનું કામ કરતો હતો

બીલીમોરા ઓરિયા મોરિયામાં માનસિક રીતે અસ્વસ્થ યુવકે પોતાના ઘરે જ માળિયાના લાકડા સાથે નાઈટ પેન્ટ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાહુલભાઇ રાઠોડ (ઉ.વ. 20, રહે. ભગુભાઈ માળીની ગલીમાં, ઓરિયા મોરિયા, બીલીમોરા) છૂટક મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. રાહુલ માનસિક રીતે અસ્વસ્થ પણ રહેતો હતો. તેની માતા ઘરકામ અને પિતા પણ મજૂરી કામ કરે છે અને ઘર પાસે આવેલા સાંઈબાબા મંદિર પાસે સૂઈ જતા હતા. ગતરોજ રાહુલ ઘરે એકલો હતો ત્યારે ઘરે જ માળિયાના લાકડા સાથે નાઈટ પેન્ટ બાંધી ફાંસો ખાઈ લીધો હતો.

દરમિયાન તેના પિતા ભીખુભાઇ કુદરતી હાજતે જવા ઘરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેની માતા અને આસપાસના લોકોને એકત્ર કરી રાહુલને નીચે ઉતારી મેંગુષી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના સંદર્ભે મૃતકની માતા ટીનાબેન રાઠોડે બીલીમોરા પોલીસમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દીકરો ગુમાવતા પરિવારે કલ્પાંત કરી મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...