તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગણદેવીમાં આપની તાલુકા-ગ્રામ્ય સંગઠન રચના અંગે બેઠક યોજાઇ

બીલીમોરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકાના ઊંડાચ બગલાદેવ મંદિર પટાંગણમાં શનિવારે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા ગણદેવીમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા સંગઠન રચના અર્થે તે સાથે આગામી ચૂંટણીમાં રણનીતિઓ તૈયારીના ભાગરૂપે મિટિંગનું આયોજન કરાયું હતું. મિટિંગમાં 50થી વધુ લોકો આપના સમર્થનમાં હાજર રહ્યાં હતા.

આગામી-2022ની ચૂંટણીની તૈયારીઓ આમ આદમી પાર્ટીએ હમણાંથી જ શરૂ કરી દીધી છે. દરેક શહેર-ગામોમાં સંગઠન બનાવી આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા ગણદેવી તાલુકાના બીલીમોરા નજીકના ઊંડાચના બગલાદેવ મંદિર પાસે શનિવારે સાંજે આપના સંગઠન મંત્રી રામભાઈ ધડુકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં રામભાઈ ધડુકે હાજર લોકોને ગુજરાત મોડેલ સામે દિલ્હી મોડેલ બતાવ્યું હતું તેમજ વર્તમાન ભાજપ સરકારથી લોકો ત્રસ્ત બની ગયા હોવાનું જણાવ્યું હતું.

આપ દ્વારા જનસંપર્ક અભિયાન, બેનર પોસ્ટર સહિત લોકોની વેદનાને વાચા આપી વધુ મજબૂત કરવા હાકલ કરાઇ હતી. આગામી વિધાનસભાની ચૂંટણી માટે મજબૂત થઈ લડવાનો નિર્ધાર કરી કાર્યકરોને જોડાવવા અપીલ કરાઈ હતી. આપના નેતાઓએ જણાવ્યું હતું કે કાર્યકરોની સંખ્યા ઓછી છે પરંતુ જનતા આપણી સાથે છે અને દરેક કાર્યકરો ક્રાંતિ સર્જવા સક્ષમ હોવાનું કહી મનોબળ વધાર્યું હતું.

તે સાથે હવે તાલુકા-શહેર અને ગ્રામ્ય સ્તરે સંગઠનની રચનાના નામોની નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સહ સંગઠન મંત્રી રાજુભાઈ ગોઢાણી, આપ જિલ્લા પ્રમુખ ચંદ્રકાન્ત રાણા, જિલ્લા સંગઠન મંત્રી રિતેશ ઢીમ્મર અને આપ મહિલા પ્રમુખ કુસુમબેન સહિત 50થી વધુ આપ સમર્થકો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...