મોહમ્મદ પયગંબર પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી સામે દેશનાં રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ઘણી જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બની હતી. આ ઘટના સંદર્ભે બીલીમોરા પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે હેતુ સંદર્ભે બીલીમોરા પોલીસે શનિવાર સાંજે રાણા સમાજ વાડીમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. જેમાં ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઇ હતી. દેશના ઘણા રાજ્યોમાં મોહમ્મદ પયગંબર પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી હિંસા ફાટી નીકળી હતી.
અન્ય શહેરોમાં ફેલાય નહીં તે માટે પોલીસે આગોતરા પગલાં લઈ સ્થાનિક હિંદુ- મુસ્લિમ આગેવાનો સાથે બેઠકો યોજી રહી છે. બીલીમોરા પીએસઆઇ ડી.આર.પઢીયાર અને પીએસઆઇ એન.ટી પુરાણીએ શનિવારે સાંજે હિન્દુ-મુસ્લિમ સમાજ અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. હાલમાં દેશ દુનિયામાં નૂપુર શર્માના કથિત નિવેદન મામલે ભારે હોબાળો મચ્યો છે ત્યારે બીલીમોરા શહેરમાં શાંતિ કાયમ રહે, સોશિયલ મીડિયા અફવાઓથી દુર રહેવા અને સમયસર પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.
જેમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા, અઘટિત બનાવ ટાળવા તથા શહેરની શાંતિ કાયમ રાખવા અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં આસુસિંગ લબાના (પીચીભાઈ), હનીફ મેમણ, અખ્તર છાપરીયા, દિલાવર પઠાણ, અકકુ મેમણ, જાવેદ મેમણ, ફૈઝલ ઈરાની, જયદેવ ડેર, ભરત પટેલ, કિશોર ગાંધી, વસંત દીક્ષિત, મલંગ કોલીયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.