તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરપંચોની બેઠક:બીલીમોરા પોલીસ મથકમાં કોરોના સાવચેતી માટે સરપંચોની બેઠક મળી

બીલીમોરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બીલીમોરા પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ ગરાસિયાની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશનમાં સરપંચોની એક બેઠક યોજવામાં આવી હતી. બેઠકની શરૂઆત સરપંચો દ્વારા કોવિડ-19માં લેવાયેલા સાવચેતીના પગલાં અને તેમાં કરાયેલી કામગીરીની પ્રશંસાથી કરવામાં આવી હતી. તલોધ ગામના સરપંચ ગુલાભાઈ, ભાઠા ગામના સરપંચ ઉપ સરપંચ દીપકભાઈ, ઊંંડાચના સરપંચ વિનોદભાઈ, નાંદરખા સરપંચ સવિતાબેન, વાઘરેચ સરપંચ મનહરભાઈ સહિત બીલીમોરા વિસ્તારના ગામોના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

કોવિડ 19ને લઈ સમયાંતરે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામા અને તેના નિયમોનું ચુસ્ત પાલન કરવા બાબતે પીએસઆઇ ગરાસિયાએ હાજર તમામ સરપંચોને વિશેષ અનુરોધ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ટોળે ન વળે, માસ્ક પહેરે તેમજ દો ગજ કી દુરી રાખે એનો ખાસ ખ્યાલ રાખવા જણાવવામાં આવ્યું હતું. જેથી કોરોનાને માત આપી શકાય. બીલીમોરા પોલીસ સ્ટેશનમાં યોજાયેલી બેઠકમાં સેકન્ડ પીએસઆઇ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો