તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બીલીમોરા ગાયકવાડ મિલના મેદાનના ઘાસમાં આગ ભભૂકી

બીલીમોરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દોઢ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી

બીલીમોરા ગાયકવાડ મિલ વિસ્તારના મેદાનમાં ઊગી નીકળેલ જંગલી ઘાસના મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બીલીમોરાના ફાયર ફાયટરોએ દોઢેક કલાક પાણીનો મારો ચલાવી કાબૂમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.બીલીમોરા ગાયકવાડ મિલ વિસ્તારના મિલના ખુલ્લાં મેદાનમાં કોઈ ટીખળખોર કે કોઈ અન્ય કારણને પગલે સોમવારે મેદાનમાં ઊગી નીકળેલા જંગલી ઘાસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અચાનક લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં રહેતાં લોકોમાં ગભરાટ વ્યાપ્યો હતો.

પવનને ગતિ સાથે આગ ધીમે ધીમે રહેણાંક વિસ્તાર તરફ આગળ વધી રહી હતી. આ ઘટના અંગે બીલીમોરા ફાયર વિભાગને જાણ કરાતા ત્રણ ફાયર ફાયટરો તુરંત ઘટનાસ્થળે પહોંચી જઈ તુરંત પાણીનો મારો ચલાવ્યો હતો. પવનની ગતિ તેમજ સુકા ઘાસને પગલે આગ ધીમે ધીમે પ્રસરી રહી હતી, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોમાં ભય વ્યાપ્યો હતો. જે બાદ ત્રણ વોટર બાઉઝરથી સતત દોઢ કલાક પાણીનો મારો ચલાવ્યો હતો. જેને પગલે આગ આગળ વધતા અટકી હતી. લાશ્કરો એ સતત દોઢેક કલાક પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. આગ કાબુમાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો