તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:બીલીમાેરાના નાંદરખામાં કાચા ઘરમાં આગ, લાકડા સળગી ગયા

બીલીમોરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બીલીમોરા નજીકના નાંદરખાના વાંઝરી ફળિયામાં વૃદ્ધા ધેડીબેન છનાભાઈ પટેલ એકલા રહે છે. તેમણે તેમના ઘરના પાકા મકાનને આવેલા લાકડા, નળિયાવાળા એક પડતર મકાનની નજીક કચરો સળગાવ્યો હતો. કચરો સળગાવી તેઓ ઘરમાં જતા રહ્યા હતા. જ્યાં આગે ધીમે ધીમે પડતર મકાનને ઝપેટમાં લેતા ઘરમાં મોભના લાકડા તેમજ નળિયા સાથે ઘરમાંના લાકડા બળી ગયા હતા. જ્યાં આસપાસ લોકોને જાણ થતાં તેમણે તુરંત બીલીમોરા ફાયરને જાણ કરતાં ફાયર ફાયટરો ઘટનાસ્થળે ધસી જઈ આગને કાબૂમાં લીધી હતી.

આગ ધીમે ધીમે રહેણાંક વિસ્તાર તરફ વધતી હોય સ્થાનિકોમાં ભય વ્યાપ્યો હતો પરંતુ ફાયર ફાયટરોએ પોણા કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગના કારણે કોઈ જાનહાનિની ઘટના બની ન હતી. આગના કારણે નુકસાની થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો