શોર્ટ સર્કિટના કારણે આગ:આંતલિયામાં બેગ બનાવતા કારખાનામાં આગ ભભૂકી ઉઠી

બીલીમોરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ

બીલીમોરા આંતલિયા ગામે વીજ કચેરી સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના માળે એક બેગ બનાવતા કારખાનામાં સોમવારે રાત્રિ દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. અચાનક ધૂમાડો ઉઠતા બીલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગના બે વોટર બાઉઝર લઈને ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. આગ રહેણાંક વિસ્તાર નજીક હોય સૌના જીવ તાળવે ચોંટયા હતા. જોકે ફાયર ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવતા અડધા કલાકમાં આગ કાબૂમાં આવી હતી.

આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આગના કારણે કારખાનાનો થોડો સામાન બળી ગયો હતો તેમજ પાણીના છંટકાવના કારણે દુકાનનો સરસામાન પલળી ગયો હતો. આગથી નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

બીલીમોરા પાલિકાના ફાયર ફાયટર લાશ્કરો સાથે આવી પહોચી આગ પર કાબૂ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનાની જાણ થતાં ગણદેવી મામલતદાર જગદીશ ચૌધરી, ફાયર વિભાગ ફાયર લાશ્કરો, મલંગ કોલીયા, આંતલિયાના ઉપસરપંચ હરીશ પટેલ, સેકન્ડ પીએસઆઇ પુરાણી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આગ કાબૂમાં આવતા તંત્રએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...