લોકોમાં ડર:બીલીમોરામાં ગર્લ્સ સ્કૂલ માર્ગે આખલા બાખડ્યાં

બીલીમોરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખલા લડાઇથી થોડો સમય વાહન વ્યવહાર ઠપ થયો

બીલીમોરા પશ્ચિમ તરફ એમ.જી.રોડ ગર્લ્સ સ્કૂલ રોડ પર બે આખલા બાખડતાં ભય વ્યાપ્યો હતો. શહેરમાં રખડતાં ઢોરનો ઠેર ઠેર અડીંગો જમાવી રહેતા હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વહેલી તકે આ રખડતાં ઢોરોના ઉપદ્રવ નાથવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લાગણી પ્રવર્તી છે.

બીલીમોરામાં રખડતાં ઢોરો નો ઉપદ્રવ જેમનો તેમ રહ્યો છે. ઠેર ઠેર રખડતાં ઢોરોને કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે. જ્યાં જુઓ તો રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે. પાલિક આવા રખડતાં ઢોરોને નાથવા નિષ્ફળ રહી છે. અલમસ્ત માતેલા સાંઢ-આખલા ગમે ત્યારે હુમલો કરી દેતાં લોકો ઘાયલ થતા હોય છે.

શુક્રવારે સંધ્યાકાળે પશ્ચિમ તરફ એમ.જી.રોડ ગર્લ્સ સ્કૂલ માર્ગ પર બે આખલા બાખડતા રસ્તેથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય વ્યાપ્યો હતો. બંને આખલાએ એકબીજા સાથે શિંગડા ભેરવતાં આસપાસના દુકાનદારોમાં પણ ભય વ્યાપ્યો હતો. થોડીવાર માટે વાહનવ્યવહાર પણ થંભી ગયો હતો. ઘણા વાહનચાલકોનો અકસ્માત થતો બચ્યો હતો. લોકોના જીવ અદ્ધર થયાં હતાં. બાદમાં એક આખલો ભાગી નીકળ્યો હતો. બીલીમોરામાં રખડતા ઢોરોનો ત્રાસ અનહદ વધી ગયો છે.

ઢોરો ઉપરાંત ડુક્કરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. જ્યાં જોઈએ ત્યાં ડુક્કરોનો ઉપદ્રવ દેખાતો હોય ચેમ અને જે હદપાર ગંદકી ફેલાવી રહ્યા છે. આ આખલો ગાડીઓને નુકસાન કરે છે અને ઘર બહાર મુકવામાં આવેલ રાચરચીલુને પણ નુકસાન કરે છે. સાથોસાથ આ વિસ્તારમાં ડુક્કરોનો પણ ત્રાસ વર્તાય રહ્યો છે. રખડતાં ઢોરોની ભારે સમસ્યા સામે આવી રહી છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...