તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બીલીમોરા પાલિકાનો 90 ટકા સ્ટાફ ચૂંટણી કામગીરીમાં જોતરાતા કામો ટલ્લે

બીલીમોરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

બીલીમોરા પાલિકાના 90% કર્મચારીઓ સ્થાનિક સ્વરાજ તેમજ ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં જોતરાતા સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય બીલીમોરા પાલિકાની દરેક વિભાગોમાં મોટાભાગની કામગીરી અટકી પડી છે. તે સાથે બીલીમોરા નગરપાલિકામાં હાલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે.

આગામી 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે ગણદેવી નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે. હાલ ઉમેદવારોના નામો જાહેર થયા છે. તે સાથે ઉમેદવારોના ફોર્મ ભરવા માટે લાઈનો લાગશે. જે કામગીરીમાં બીલીમોરા પાલિકાના 90 % જેટલા સ્ટાફને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. જે માટે બીલીમોરાનો સ્ટાફ હાલ ગણદેવી નગરાલિકામાં ફરજ બજાવી રહ્યો છે.

ચૂંટણી કામગીરી સોંપતા બીલીમોરા નગરપાલિકામાં સ્ટાફની ગેરહાજરી વર્તાય રહી છે, પાલિકાનો રોજિંદો સ્ટાફ ચૂંટણીમાં જોતરાતા તેની સીધી અસર બીલીમોરા પાલિકાની રોજિંદી કામગીરીને પડી રહી છે. જેમાં વહીવટી, જન્મ મરણની નોંધણી, બાંધકામને લગતી કામગીરી, ડ્રેનેજ, પાણી પુરવઠો, જનસેવા કેન્દ્ર, ટાઉન પ્લાનિંગ, વગેરે સેવા પ્રભાવિત થઈ છે. જોકે હજી બે અઠવાડિયાથી પણ વધારેનો સમય ચૂંટણીને બાકી છે ત્યારે જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અરજદારો તેમજ સામાન્ય નાગરિકોએ થોડા હેરાન તો થવું જ પડશે એમ લાગી રહ્યુ છે ત્યારે ગણદેવીમા પાલિકાની ચૂંટણી અને તકલીફ બીલીમોરા પલિકાના અરજદારોને. બીલીમોરા પલિકાના પ્રમુખ વિપુલાબેને જણાવ્યું હતું કે, હાલ મહત્તમ સ્ટાફ ચૂંટણીની કામગીરી માટે વ્યસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો