સાપ પકડાયા:બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણી ઓસરતા 7 ઝેરી-બિનઝેરી સાપ મળ્યા

બીલીમોરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 કોબ્રા, 2 ધામણ, 1 દઘોઇ સાપ એક સપ્તાહમાં પકડાયા

બીલીમોરા તેમજ ગણદેવી તાલુકામાં પૂરના પાણી ઓસર્યા બાદ હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે તેમજ ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે સાપોનો ઉપદ્રવ વર્તાય રહ્યો છે. વાઈલ્ડલાઈફ વેલફેર ફાઉન્ડેશને સપ્તાહ દરમિયાન 7 ઝેરી-બિનઝેરી સાપને ઉગારી લોકોને ભયમુક્ત કર્યા હતા.

દક્ષિણ ગુજરાતમા વરસાદી પુરના પાણી ઓસર્યા બાદ વરસાદના છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. ગણદેવી તાલુકામાં ભારે વરસાદ બાદ લોકો બફારાનો પણ અનુભવ કરી રહ્યા છે. પહેલા વરસાદ અને ત્યારબાદ જમીન તપતા ગરમીના કારણે જમીનમાંથી સરીસૃપો બહાર નીકળી રહ્યાં છે. ઝેરી-બિનઝેરી સર્પો બહાર નીકળતા લોકોમાં ભય ફેલાયો છે.

સપ્તાહ દરમિયાન 4 કોબ્રા પ્રજાતિ નાગ, બે ધામણ, એક દઘોઈ સાપ મળી આવ્યા હતા. બીલીમોરા પોલીસ સ્ટેશન પાસેથી કાળોતરો, ગણદેવી સ્કૂલ, વાઘરેચમાંથી નાગ તેમજ રહેજ ગામમાંથી દઘોઈ સાપ અને વડસાંગળથી બે ધામણ મળી 7 સાપ વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશનના સભ્યોએ પકડી લોકોને ભયમુક્ત કર્યા હતા. પકડાયેલા તમામ સાપોને ગણદેવી વનવિભાગને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...