તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીમોરા પોલીસે બુલેટમાં અલગ સાયલન્સર લગાવી ધ્વનિ પ્રદુષણ ફેલાવતા તેમજ બેફામ ગતિએ હંકારતા બુલેટ ચાલકોને પકડી તેમની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 4 દિવસમાં શહેરભરની 7થી વધુ બુલેટ પોલીસે ડિટેઇન કરી હતી.જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટ કંપની દ્વારા ગાડી સાથે આવતા સાયલન્સર બદલી અલગ અવાજવાળા સાયલન્સર લગાવીને શહેરભરમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કર્યા બાદ બીલીમોરા પોલીસે પણ આવા બુલેટ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
બીલીમોરા પોલીસે બીલીમોરા શહેરમાં બુલેટમાં મોડિફાઈ કરેલા અને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા સાયલન્સરવાળા બુલેટ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ઘણાં લબમૂછરીયાઓ આવી બુલેટ લઈ બેફામ ગતિથી ગાડી ચલાવી બીજાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે. પોલીસે આવા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને ધૂમ સ્ટાઇલથી ચલાવાતા બુલેટ અને તેના ચાલકો સામે લાલ આંખ કરી છે અને છેલ્લા 4 દિવસથી શહેરમાં ચાલતી ડ્રાઈવમાં પોલીસે 7થી વધુ બુલેટ ડિટેઇન કરી તેમના ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી હતી.
શહેરના રાજમાર્ગો ઉપર આડેધડ ધૂમ સ્ટાઇલથી દોડવા ને કારણે રસ્તે ચાલતા બાળકો, મહિલા, વૃદ્ધોને વધુ તકલીફ પડે છે. જોકે બુલેટ માલિકો પોતપોતાના બુલેટ પોલીસમાં દંડ ભરી છોડાવી પણ ગયા હતા પરંતુ તેમના બદલેલા સાયલન્સ અંગે કાઈ કાર્યવાહી કરી કે કેમ તે એક પ્રશ્ન છે. જોકે હજુ પણ આવા બુલેટ સહિતના અન્ય બાઈક શહેરમાં બેફામ ફરી રહ્યા છે. આવા ચાલકો સામે હજુ યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે. પોલીસ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.